ETV Bharat / bharat

PM મોદીએ પકડયો અનાથ બાળકોનો હાથ: સ્વાસ્થ્ય સાથે શિક્ષણમાં પણ કરશે મદદ

PM મોદીએ કોરોના મહામારી દરમિયાન અનાથ થયેલા બાળકો માટે મોટી રાહત આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 'પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન' (PM Cares for Children) યોજના હેઠળ આપવામાં આવતી સુવિધાઓનું વિમોચન કર્યું હતું.

PM મોદીએ પકડયો અનાથ બાળકોનો હાથ: સ્વાસ્થય સાથે શિક્ષણમાં પણ કરશે મદદ

author img

By

Published : May 30, 2022, 12:50 PM IST

Updated : May 30, 2022, 12:58 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા 'પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન' (PM Cares for Children) યોજના હેઠળ આપવામાં આવતી સુવિધાઓની જાહેરાત કરી. વડાપ્રધાન મોદીએ કોરોનામાં માતા-પિતાને ગુમાવનારા બાળકોને મોટી રાહત આપી છે. સ્ટાઈપેન્ડની સાથે આયુષ્માન હેલ્થ કાર્ડ દ્વારા બાળકોને 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલાની હત્યાથી બોલિવૂડમાં શોકનું મોજું, રણવીર સિંહથી લઈને કપિલ શર્માએ વ્યક્ત કર્યું શોક

દર મહિને રૂપિયા 4000ની વ્યવસ્થા: આ અવસરે વડાપ્રધાને કહ્યું કે જીવન ક્યારેક આપણને અણધાર્યા વળાંક પર લાવીને ઉભા રાખી દે છે. એવી પરિસ્થિતિઓ કે, જેની આપણે કલ્પના પણ કરી નથી. હસતી વખતે, અચાનક અંધકાર છવાઈ જાય છે અને બધું બદલાઈ જાય છે. કોરોનાએ ઘણા પરિવારોમાં કંઈક આવું જ કર્યું છે. પીએમે કહ્યું કે હું જાણું છું કે, કોરોનાના કારણે જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના જીવનમાં આ પરિવર્તન કેટલું મુશ્કેલ છે. દરરોજનો સંઘર્ષ, દરરોજની તપસ્યા. આજે જે બાળકો આપણી સાથે છે, જેમના માટે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમની પીડાને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. 'પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન' (PM Cares for Children) એ એવા તમામ કોરોના અસરગ્રસ્ત બાળકોની મુશ્કેલીઓ ઘટાડવાનો એક નાનકડો પ્રયાસ છે, જેમના માતા-પિતા હવે તેમની સાથે નથી. દરેક દેશવાસી અત્યંત સંવેદનશીલતા સાથે તમારી સાથે છે. અન્ય રોજિંદી જરૂરિયાતો માટે અન્ય યોજનાઓ દ્વારા બાળકો માટે દર મહિને રૂપિયા 4000ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું: વડાપ્રધાન મોદીએ 'પીએમ કેયર્સ ફંડ' વિશે કહ્યું કે, આ ફંડે કોરોના (Covid 19) સમયગાળા દરમિયાન હોસ્પિટલો તૈયાર કરવામાં, વેન્ટિલેટર ખરીદવામાં, ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં ઘણી મદદ કરી. જેના કારણે અનેક લોકોના જીવ બચી શક્યા, અનેક પરિવારોનું ભવિષ્ય બચાવી શકાયું. વડા પ્રધાને કહ્યું કે, ભારતે છેલ્લાં આઠ વર્ષમાં જેટલી ઊંચાઈ હાંસલ કરી છે, તેની પહેલાં કોઈએ કલ્પના પણ કરી ન હતી. આજે વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું છે, વૈશ્વિક મંચોમાં આપણા ભારતની શક્તિ વધી છે અને મને આનંદ છે કે, ભારતની આ યાત્રા યુવા શક્તિના નેતૃત્વમાં થઈ રહી છે

આ પણ વાંચો: કેરળમાં પશ્ચિમ નાઇલ તાવને કારણે પ્રથમ મૃત્યુ, આરોગ્ય પ્રધાને પુષ્ટિ કરી

23 વર્ષના થશે ત્યારે મળશે રૂપિયા 10 લાખ : પીએમ મોદીએ કહ્યું કે, તમને 'પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન' દ્વારા આયુષ્માન હેલ્થ કાર્ડ (Ayushman Health Card) પણ આપવામાં આવી રહ્યું છે, તેના કારણે તમને બધા બાળકોને 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા પણ મળશે. તેમણે કહ્યું કે, મને સંતોષ છે કે બાળકોના સારા શિક્ષણ માટે તેમને તેમના ઘરની નજીકની સરકારી કે ખાનગી શાળાઓમાં તેમના દાખલા કરાવી આપવામાં આવ્યા છે. જો કોઈને પ્રોફેશનલ કોર્સ માટે ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનની જરૂર હોય, તો પીએમ કેયર્સ તેમાં પણ મદદ કરશે. જ્યારે બાળકો તેમનું સ્કૂલિંગ પૂરું કરશે ત્યારે તેમને આગળના અભ્યાસ માટે વધુ પૈસાની જરૂર પડશે, તેથી આ માટે 18 વર્ષથી 23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઇપેન્ડ મળશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે તમને રૂપિયા 10 લાખ મળશે.

દેશનો વિશ્વાસ, દેશવાસીઓનો આત્મવિશ્વાસ અભૂતપૂર્વ છે: PMએ કહ્યું કે, આજે જ્યારે અમારી સરકાર તેના 8 વર્ષ પૂર્ણ કરી રહી છે, ત્યારે દેશનો વિશ્વાસ, દેશવાસીઓનો પોતાનામાં વિશ્વાસ અભૂતપૂર્વ છે. ભ્રષ્ટાચાર, હજારો કરોડના કૌભાંડો, ભત્રીજાવાદ, દેશભરમાં ફેલાયેલા આતંકવાદી સંગઠનો, પ્રાદેશિક ભેદભાવ જેમાં દેશ 2014 પહેલા જે દુષ્ટ ચક્રમાં ફસાયેલો હતો તેમાંથી બહાર નીકળી રહ્યો છે.

Last Updated : May 30, 2022, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.