- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 Summitમાં કર્યુ સંબોધન
- કોરોના મહામારી રોકવા વૈશ્વિક એકતા, નેતૃત્વ અને સંકલન માટે હાકલ કરી
- G-7 Summitમાં મોદીએ ‘વન અર્થ-વન હેલ્થ’નો મંત્ર આપ્યો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM modi) એ શનિવારે G -7 શિખર સંમેલન (G-7 summit)ના સત્રને ડિજિટલ રીતે સંબોધન કર્યું હતું. ભવિષ્યમાં મહામારી રોકવા માટે વૈશ્વિક એકતા, નેતૃત્વ અને સંકલન માટે હાકલ કરતા મોદીએ પડકારનો સામનો કરવા લોકશાહી અને પારદર્શક સમાજોની વિશેષ જવાબદારી પર ભાર મૂક્યો.
વડાપ્રધાને વૈશ્વિક સ્વાસ્થ્ય શાસન સુધારવા માટે ભારતના સહયોગનું વચન આપ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ સંબંધિત ટેક્નોલોજીઓ પર પેટન્ટ છૂટ માટે ભારત, દક્ષિણ આફ્રિકા દ્વારા ડબ્લ્યુટીઓ દરખાસ્તને G-7 ના સમર્થન આપવા પણ જણાવ્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાને વૈશ્વિક સ્વાસ્થ્ય શાસન સુધારવા માટેના સામૂહિક પ્રયાસોમાં ભારતના સહયોગનું વચન આપ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કોરોનાને લગતી તકનીકીઓ પર છૂટ માટે ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા ડબલ્યુટીઓમાં કરેલા પ્રસ્તાવ પર G-7 ના સમર્થન માટે પણ હાકલ કરી હતી. એક આધિકારિક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે વડાપ્રધાનને વૈશ્વિક સ્વાસ્થય શાસનમાં સુધારને લઈને સામૂહિક પ્રયાસો માટે ભારતના સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિકસિત કરાશે : વડાપ્રધાન મોદી
'વન અર્થ, વન હેલ્થ' નો સંદેશ આખી દુનિયાને મોકલવો જોઈએ-મોદી
તેમણે કોરોનાને લગતી તકનીકીઓ પર ટ્રીપ્સ (બૌદ્ધિક સંપત્તિ અધિકાર મુક્તિ) માટે વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ)ને ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા કરેલા પ્રસ્તાવ પર G-7 ના સમર્થન માટે પણ હાકલ કરી હતી.
સંપર્ક સત્રમાં સંબોધન અંગે નિવેદનમાં જણાવાયું છે કે, વડાપ્રધાને કહ્યું કે આજની બેઠકમાં 'વન અર્થ, વન હેલ્થ' નો સંદેશ આખી દુનિયાને મોકલવો જોઈએ. G-7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા શામેલ છે. G-7ના અધ્યક્ષ સ્થાને રહેલા બ્રિટને ભારત, ઔસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને અતિથિ દેશો તરીકે આમંત્રિત કર્યા છે.
કોરોનાની બીજી લહેરમાં અન્ય દેશોએ કરેલી સહાયની પ્રશંસા કરી
મોદીએ ટિ્વટ કર્યું હતું કે, આરોગ્ય અંગે G-7 પરિષદના સત્રમાં ભાગ લીધો હતો. COVID-19ની તાજેતરની તરંગ દરમિયાન ભાગીદારોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. ભારત ભવિષ્યમાં પણ કોરોના મહામારી અટકાવવા વૈશ્વિક પગલાંનું સમર્થન કરે છે. માનવતા પ્રત્યેનો અમારો સંદેશ ‘ વન અર્થ, વન હેલ્થ’ છે.
સત્ર દરમિયાન મોદીએ ભારતમાં કોવિડ-19ની તાજેતરની લહેર દરમિયાન G -7 અને અન્ય મુલાકાતી દેશો દ્વારા આપવામાં આવેલી સહાયની પ્રશંસા કરી. વડાપ્રધાને સંપર્કની જાણકારી મેળવી અને રસીના વહીવટ માટે ઓપન સ્રોત ડિજિટલ સિસ્ટમ્સના સફળ ઉપયોગ વિશે પણ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 47માં જ G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રોને કરશે સંબોધિત
વડાપ્રધાન રવિવારે G-7 શિખર સંમેલનના સમાપન દિવસે પણ ભાગ લેશે
તેમણે પોતાનો અનુભવ અને કુશળતા અન્ય વિકાસશીલ દેશો સાથે શેર કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. વડાપ્રધાન રવિવારે G-7 શિખર સંમેલનના સમાપન દિવસે પણ ભાગ લેશે અને બે સત્રોને સંબોધન કરશે.