- નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલે બેસતા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
- ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી
- વડાપ્રધાને ગુજરાતીમાં ટ્વીટ કર્યું
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શુક્રવારે ગુજરાતી નવા વર્ષ (happy new year gujarati) નિમિત્તે ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી હતી. "તમામ ગુજરાતીઓને આજથી શરૂ થઈ રહેલા નવા વર્ષની શુભકામનાઓ," વડાપ્રધાને ગુજરાતીમાં ટ્વીટ કર્યું હતુ
નવું વર્ષ તમને પ્રગતિના નવા સોપાન પર લઈ જાય: નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદી (Narendra Modi) એ કહ્યું કે, "આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે, તમને સ્વસ્થ રાખે અને તમને પ્રગતિના નવા સોપાન પર લઈ જાય."
-
સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!!
— Narendra Modi (@narendramodi) November 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
આજથી પ્રારંભ થતું નવું વર્ષ….આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન.....॥
">સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!!
— Narendra Modi (@narendramodi) November 5, 2021
આજથી પ્રારંભ થતું નવું વર્ષ….આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન.....॥સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!!
— Narendra Modi (@narendramodi) November 5, 2021
આજથી પ્રારંભ થતું નવું વર્ષ….આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન.....॥
નવું વર્ષ સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ: ભુપેન્દ્ર પટેલ
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પણ ટ્વિટ કર્યું હતું કે, ગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારુ નવું વર્ષ (happy new year gujarati) આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ.
-
ગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
આવનારુ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્દયપૂર્વકની શુભેચ્છાઓ.
નૂતન વર્ષાભિનંદન. pic.twitter.com/IPTV0f8Z2f
">ગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 4, 2021
આવનારુ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્દયપૂર્વકની શુભેચ્છાઓ.
નૂતન વર્ષાભિનંદન. pic.twitter.com/IPTV0f8Z2fગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 4, 2021
આવનારુ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્દયપૂર્વકની શુભેચ્છાઓ.
નૂતન વર્ષાભિનંદન. pic.twitter.com/IPTV0f8Z2f
આ પણ વાંચો: Diwali 2021 : ભારત અને પાકિસ્તાનની સેનાઓએ એકબીજાને મીઠાઈની આપી ભેટ
વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે આ દિવસનું વિશેષ મહત્વ
ગુજરાતી નવું વર્ષ (happy new year gujarati), જેને બેસતું વરસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિંદુ કેલેન્ડરના કારતક મહિનાની શરૂઆત દર્શાવે છે. આ દિવસે લોકો દેવી- દેવતાઓને પૂજા અર્પણ કરવા માટે મંદિરની મુલાકાત લે છે. તહેવારની સુંદરતામાં સજ્જ, લોકો તેમના સંબંધીઓ અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા મળે છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. કારણ કે તે તેમના માટે નાણાંકીય વર્ષની શરૂઆત તરીકે ચિહ્નિત થયેલ છે અને તેથી આ શુભ દિવસે નવા ખાતાઓ ખોલવામાં આવે છે. મોટાભાગે વ્યવસાયમાં રોકાયેલા ઉદ્યોગ સાહસિક લોકો આનંદ સાથે તેમના બેસતા વરસની શરૂઆત કરે છે.
આ પણ વાંચો: રાજ્ય સરકાર એક્શન મોડમાં: જાહેર જનતાને સ્પર્શતા અનેક નિર્ણયો અને પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરશે
ઉત્તર ભારતમાં આ દિવસે ગોવર્ધન પર્વતની થાય છે પૂજા
ગુજરાતી નવું વર્ષ ઉત્તર ભારતમાં ગોવર્ધન પૂજા (Govardhan Puja) ની ઉજવણી સાથે પણ એકરૂપ છે, જે દર વર્ષે દિવાળીના બીજા દિવસે થાય છે. આ દિવસ ગોવર્ધન પર્વતની પૂજા કરીને પણ મનાવવામાં આવે છે. કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણએ ઉત્તર પ્રદેશના મથુરા શહેરના લોકોને ભારે વરસાદથી બચાવવા માટે પર્વતની પૂજા કરી હતી.