નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત ઉમેદવારોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રોજગાર મેળા હેઠળ અત્યાર સુધીમાં લાખો યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે જે ઝડપે આગળ વધી રહ્યું છે તે દરેક ક્ષેત્રમાં રોજગારની નવી તકો ઉભી કરી રહ્યું છે. તમે જોયું જ હશે કે થોડા દિવસ પહેલા જ ધોગડો ગામને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ માટે સન્માનિત કરવામાં આવ્યું હતું. અગાઉ કર્ણાટકના હોયસલા મંદિરો અને પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજ સાઇટની માન્યતા મળી હતી. આ કારણે અહીં પ્રવાસન અને અર્થતંત્રની ક્ષમતા વધી છે.
ગત વર્ષે ઓક્ટોબરમાં રોજગાર મેળો શરૂ થયો હતો. કેન્દ્ર અને ભાજપ શાસિત રાજ્યોમાં રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લાખો યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આજે 51 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી હતી. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ 51,000 થી વધુ નિમણૂક પત્રો ધરાવતા પરિવારો માટે આ તક દિવાળીથી ઓછી નથી.
આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. પોસ્ટ્સ, ગૃહ મંત્રાલય, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ. સાક્ષરતા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિત અન્ય વિભાગો માટે નિમણૂકો કરવામાં આવે છે. રોજગાર મેળો એ વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે.