- કાશી હિન્દુ યુનિવર્સિટીના (Kashi Hindu University) કૃષિ વિજ્ઞાન સંસ્થાન (Institute of Agricultural Sciences) વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી પ્રજાતિ માલવિય 838 બનાવી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ નવી પ્રજાતિને દેશને સમર્પિત કરી છે
- આ પ્રજાતિમાં વધુ ઉપજની સાથે સાથે ઝિન્ક અને આઈરસનનું પ્રમાણ પણ વધુ છે
વારાણસીઃ કાશી હિન્દુ યુનિવર્સિટીના (Kashi Hindu University) કૃષિ વિજ્ઞાન સંસ્થાના (Institute of Agricultural Sciences) વૈજ્ઞાનિકો દ્વારા ઘઉંની નવી પ્રજાતિ માલવિય-838 બનાવી છે. ત્યારે વડાપ્રધાને આ નવી પ્રજાતિને દેશને સમર્પિત કરી છે. આ અંગે BHUના વૈજ્ઞાનિક અને વિદ્યાર્થીઓમાં હર્ષોલ્લાસનો માહોલ છે. તમામ લોકોએ એક સ્વરમાં વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે.
માલવિય 838 ઘઉંની વિશેષતા
પ્રોફેસર રમેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, આ પ્રજાતિમાં વધુ ઉપજની સાથે સાથે ઝિન્ક અને આઈરસનનું પ્રમાણ પણ વધુ છે. આ ઓછા પાણીમાં પણ અપેક્ષિત વધુ ઉત્પાદન આપે છે. બાંગ્લાદેશમાં એક બીમારી બ્લાસ્ટના કારણે ઘઉંનું ઉપ્તાદન ઘણું ઓછું થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે, પાડોશી દેશ હોવાના કારણે આ બીમારીની આપણા દેશમાં આવવાની ઘણી સંભાવના છે. માલવિય 838માં આ બ્લાસ્ટ બીમારીની કોઈ અસર નથી પડતો. આ સંપૂર્ણપણે પ્રતિરોધક પ્રજાતિ છે.
ભારતના રાજ્યોમાં આ પ્રજાતિને ઉગાડવામાં આવે તો બીમારીને રોકી શકીશું
એટલે કે બાંગ્લાદેશને અડીને ભારતના રાજ્યોમાં આ પ્રજાતિને ઉગાવવામાં આવે તો આપણે તે બીમારીને ભારતમાં આવતા રોકી શકીએ છીએ. તેમણે કહ્યું હતું કે, કાશી હિન્દુ યુનિવર્સિટી માટે આ એક ખુશીનો દિવસ છે. મેં પોતાની ઘઉંની ટીમને અભિનંદન પાઠવું છું. આ ત્યારે જ સંભ થઈ શક્યું, જ્યારે ઘઉંની ટીમે વિગત 6 વર્ષોથી એકસાથે મળીને આ કાર્ય પૂર્ણ કર્યું.
આ પ્રજાતિ બ્લાસ્ટ રોગથી ઘઉંના પાકને બચાવે છે
તો પ્રોફેસર વિનોદ કુમાર મિશ્રાએ જણાવ્યુંં હતું કે, અમારા માટે ઘણી ખુશીની વાત છે કે, અમારા ઘઉંની પ્રજાતિ માલવિય 838 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સમર્પિત કરી છે. આ પ્રજાતિની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ પ્રજાતિ બ્લાસ્ટ રોગથી ઘઉંના પાકને બચાવે છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં મુખ્ય પાકમાં આ રોગ લાગી જાય છે. તેવામાં અમારી પ્રજાતિ આ રોગને રોકવા માટે ઘણી જ કારગર સાબિત થશે. આઈરનની સાથે આમાં ઝિન્કનું પણ પ્રમાણ વધુ છે.
વિવિધ વિભાગના પ્રોફેસરોએ આમાં યોગદાન આપ્યું
આ પ્રજાતિને વિકસિત કરવામાં પ્રોફેસર વિનોદ કુમાર મિશ્ર, પ્રોફેસર હેમંત કુમાર જયસ્વાલ, ડો. સંદીપ શર્માની સાથે જ આનુવંશિકતા અને છોડ સંવર્ધન વિભાગથી પ્રોફેસર રમેશુ કુમાર સિંહ, પ્રોફેસર રમેશચંદ તથા પ્રોફેસર શ્યામચરણ વૈશ અને પ્લાન્ટ પેથોલોજી વિભાગે યોગદાન આપ્યું છે.
આ પણ વાંચોઃ Punjab Crisis: સિદ્ધુના રાજીનામાને કારણે પંજાબ કોંગ્રેસમાં હંગામો, મુખ્યપ્રધાન ચન્નીએ બેઠક બોલાવી
આ પણ વાંચોઃ World Heart Day : હૃદયના દર્દીઓમાં વધારો થવાના ચિંતાજનક કિસ્સાઓ, આજે વિશ્વ હૃદય દિવસ છે