ETV Bharat / bharat

PM Modi COVID 19 Review Meeting: જિલ્લા સ્તર પર પર્યાપ્ત આરોગ્ય માળખાને સુનિશ્ચિત કરવા PM Modiનું આહ્વાન - ભારતમાં કોરોનાના કેસ

દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસની (Corona Cases in India) વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન પરિસ્થિતિ જાણવા માટે એક બેઠક (PM Modi COVID 19 Review Meeting) યોજી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી (PM's meeting by video conference) આ બેઠકમાં વડાપ્રધાન સિવાય કેન્દ્રિય ગૃહપ્રધાન, આરોગ્ય પ્રધાન સહિત કોવિડ ટાસ્ક ફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

PM Modi COVID 19 Review Meeting: PMએ જિલ્લા સ્તર પર પર્યાપ્ત આરોગ્ય માળખાને સુનિશ્ચિત કરવા કર્યું આહ્વાન

author img

By

Published : Jan 10, 2022, 9:19 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી રવિવારે સાંજે એક ઉચ્ચસ્તરીય બેઠક (PM Modi COVID 19 Review Meeting) યોજી વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા (Review of current situation in high level meeting) કરી હતી. આ માહિતી સરકારી સૂત્રોએ આપી હતી. કોરોના મહામારી અંગે વડાપ્રધાનની સમીક્ષા બેઠકમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, ગૃહ સચિવ અને કેબિનેટ સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાને મિશન મોડના આધારે પ્રોત્સાહન આપવા આહ્વાન કર્યું

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના (Omicron Cases in India) કારણે ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી દેશમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા (PM Modi COVID 19 Review Meeting) કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જિલ્લાઓમાં પર્યાપ્ત આરોગ્ય માળખાને તૈયાર કરવા અને કિશોરોના કોરોના રસીકરણ અભિયાનને (Corona vaccination of adolescents in India) મિશન મોડના આધારે પ્રોત્સાહન આપવા આહ્વાન કર્યું હતું.

PMOએ બેઠક અંગે આપી માહિતી

વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાને કોરાના વાયરસની બદલાતા વેરિયન્ટનો ઉલ્લેખ કરતાં પરીક્ષણો અને રસીઓ ઉપરાંત જિનોમ સિક્વન્સિંગ સહિત સંશોધન અને અન્ય સંબંધિત બાબતોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોવિડને નિયંત્રિત કરવા માટે માસ્કના ઉપયોગ અને યોગ્ય અંતર જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે હળવા અને એસિમ્પટમેટિક ચેપના કેસોમાં હોમ આઈસોલેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી (PM's meeting by video conference) આ બેઠકમાં વડાપ્રધાને કોરોનાના કેસોના સંચાલનની સાથે સાથે નોન કોવિડ આરોગ્ય સેવાઓ ચાલુ રાખવા માટે પણ હાકલ કરી હતી અને તેમને રાજ્ય મુજબના સંજોગો અને તેમના દ્વારા કરવામાં આવી રહેલા શ્રેષ્ઠ પ્રયાસો અને જાહેર આરોગ્ય વિશે ચર્ચા કરવા જણાવ્યું હતું. આ માટે મુખ્યપ્રધાનો સાથે બેઠક બોલાવવી જોઈએ.

આ પણ વાંચો- Corona Review Meeting : કેન્દ્રીય પ્રધાન માંડવિયા ગુજરાત સહિત પાંચ રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે કરશે સમીક્ષા બેઠક

દેશમાં ઓમિક્રોનના કેસ વધ્યા

PMOના મતે, તેમણે કહ્યું હતું કે, કોવિડ યોગ્ય વર્તન પર કેન્દ્રિત જનઆંદોલનનું ચાલુ રાખવું એ રોગચાળા સામેની અમારી લડાઈમાં મહત્ત્વપૂર્ણ છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે કોવિડ 19ના નવા સ્વરૂપ ઓમિક્રોનથી ચેપના (Omicron Cases in India) 552 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,623 થઈ ગઈ છે.

દેશમાં કોરોનાના નવા 1.59 લાખ કેસ નોંધાયા

આરોગ્ય મંત્રાલયના સવારે 8 વાગ્યાના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,59,632 કેસ (Corona Cases in India) નોંધાયા છે, જે છેલ્લા 224 દિવસોમાં સામે આવેલા સૌથી વધુ દૈનિક કેસ છે. તો દેશમાં 5,90,611 દર્દીઓ સારવાર હેઠળ છે, જે લગભગ 187 દિવસોમાં સૌથી વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 327 લોકોના મોત થયા પછી દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 4,83,790 થઈ છે. તો દેશમાં ઓમિક્રોનના (Omicron Cases in India) નવા 3,623 કેસમાંથી 1,409 લોકો કાં તો દેશની બહાર જતા રહ્યા છે. કાં તો સ્વસ્થ થઈ ગયા છે.

આ પણ વાંચો- સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં કોરોના વિસ્ફોટ, 4 જજ અને 150 કર્મચારીઓ સંક્રમિત

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ

તો આ તરફ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 1,009 કેસ નોંધાયા છે. ત્યારબાદ દિલ્હીમાં 513, કર્ણાટકમાં 441, રાજસ્થાનમાં 373, કેરળમાં 333 અને ગુજરાતમાં 204 કેસ નોંધાયા છે. દેશમાં આ પહેલા ગયા વર્ષે 29 મેએ સંક્રમણના 1,65,553 કેસ નોંધાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.