ETV Bharat / bharat

PM Modi In Telangana : BRS ચીફ પર PM મોદીનો હુમલો, કહ્યું- KCR NDAમાં જોડાવા માંગતા હતા - BRS ચીફ પર PM મોદીનો હુમલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના નિઝામાબાદમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, 'તેલંગાણાની મારી બહેનો એક મોટી ક્રાંતિનો હિસ્સો બની, ઈતિહાસ રચ્યો છે. થોડા દિવસો પહેલા સંસદમાં નારી શક્તિ વંદન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 9:00 PM IST

હૈદરાબાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના નિઝામાબાદમાં રેલીને સંબોધી હતી. રેલીમાં તેમણે રાજ્યની સત્તાધારી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પાર્ટીના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે કેસીઆર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પછી એનડીએમાં જોડાવા માગતા હતા.

  • There's a reason KCR doesn't look me in the eye!

    I did not agree to KCR’s request to join the NDA in exchange for BJP's support in GHMC. There's no question of supporting BRS!

    I also warned him against passing the baton to KTR. After all, we are a democracy, not a monarchy! pic.twitter.com/RzttSFnvC0

    — Narendra Modi (@narendramodi) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

800 કરોડના રુપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી : આ દરમિયાન તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને તેના INDIA ગઠબંધન - આ 'અહંકારી' ગઠબંધન - છેલ્લા 30 વર્ષથી આ બિલને અવરોધે છે. મહિલાઓની સામૂહિક શક્તિના કારણે જ આ ગઠબંધનને આ બિલ પાસ કરાવવામાં સમર્થન આપવું પડ્યું. 'આજે મને તેલંગાણાને 8000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરવાની તક મળી. આ પ્રોજેક્ટ્સમાં આધુનિક NTPC પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે જે રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. આ NTPC પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત મોટાભાગની શક્તિનો ઉપયોગ તેલંગાણા દ્વારા કરવામાં આવશે, જે જીવનને સરળ બનાવવામાં મદદ કરશે.

આઝાદી સમયની વાતો યાદ કરી : વડાપ્રધાને કહ્યું કે, 'તમને નિઝામનું શાસન યાદ હોવું જોઈએ... દેશને આઝાદી મળી ગઈ હતી, પરંતુ હૈદરાબાદ અને આ બધા વિસ્તારોને હજુ પણ આઝાદી મળી નથી. નિઝામે અવરોધો ઉભા કર્યા હતા. એક ગુજરાતી પુત્ર - સરદાર વલ્લભભાઈ પટેલે તાકાત બતાવી અને તમારી આઝાદીને મજબૂત કરી. આજે બીજો ગુજરાતી પુત્ર તમારા વિકાસ અને તમારા કલ્યાણ માટે આવ્યો છે.

KCRનું રાજ ખોલ્યું : પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 'જ્યારે હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીએ 48 સીટો જીતી ત્યારે કેસીઆરને સમર્થનની જરૂર હતી. આ ચૂંટણી પહેલા તેઓ એરપોર્ટ પર મારું સ્વાગત કરતા હતા, પરંતુ બાદમાં તેમણે અચાનક આમ કરવાનું બંધ કરી દીધું હતું. હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પછી કેસીઆર મને મળવા દિલ્હી આવ્યા અને કહ્યું કે તેઓ એનડીએમાં જોડાવા માગે છે. તેણે મને સાથ આપવાનું પણ કહ્યું. મેં તેમને (કેસીઆર) કહ્યું કે મોદી તેમના કાર્યોને કારણે તેમની સાથે જોડાઈ શકે નહીં.'

  1. Delhi News: ડોમિનિક રિપબ્લિકના ઉપ રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને મળ્યા
  2. PM Modi in Chhattisgadh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં 27 હજાર કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.