ETV Bharat / bharat

International Lawyers Conference: ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો- વડાપ્રધાન મોદી - નવી દિલ્હી

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય વકીલ સમ્મેલનમાં ભારત પર સમગ્ર વિશ્વનો વિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું છે. તેમણે વકીલોને અન્ય દેશોમાંથી બેસ્ટ કેસના રેફરન્સ પરથી શીખવાનો અનુરોધ પણ કર્યો છે. વાંચો વડાપ્રધાને ઈન્ટ. લોયર્સ કોન્ફરન્સમાં કરેલા સંબોધન વિશે વિગતવાર.

ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યોઃ વડાપ્રધાન મોદી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 1:54 PM IST

નવી દિલ્હીઃ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બે દિવસીય કોન્ફરન્સનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચુડ સહિત અનેક કાયદા ક્ષેત્રના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સના ઉદ્દઘાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશ અને વિદેશના વકીલોને સંબોધન પણ કર્યુ હતું. નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વનો ભારત પર વિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું છે.

  • #WATCH | This conference is taking place during that period when India is taking several historic steps. Recently Women's Reservation Bill was passed in Lok Sabha and Rajya Sabha. Nari Shakti Vandan Adhiniyam will give a new direction and energy to the 'women-led development in… pic.twitter.com/MCBHxqzJof

    — ANI (@ANI) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતની ઐતિહાસિક સિદ્ધિઓઃ આ કોન્ફરન્સનું આયોજન યોગ્ય સમયે થયું છે. આ સમયે ભારતે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. તાજેતરમાં જ ભારતે લોકસભા અને રાજ્યસભામાં મહિલા આરક્ષણ વિધેયક મંજૂર કર્યુ છે. આ વિધેયકથી ભારતમાં મહિલા નેતૃત્વને નવી દિશા અને ઊર્જા મળશે. ભારતે આ વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. તાજેતરમાં જ G-20ની ભારતે અધ્યક્ષતા કરી હતી. જેમાં સમગ્ર વિશ્વએ ભારતની ડેમોક્રસી અને ડિપ્લોમસીનો અનુભવ કર્યો. આજથી એક્ઝેટ એક મહિના પહેલા ભારત ચંદ્રના દક્ષિણ ધૃવ પર પહોંચનાર પહેલો દેશ બની ગયો છે.

ભારતની આઝાદીમાં કાયદા ક્ષેત્રની વિશેષ ભૂમિકાઃ ભારતની આઝાદીની લડતમાં કાયદા ક્ષેત્રની મહત્વની ભૂમિકા રહી છે. સ્વતંત્રતા ચળવળમાં જોડાવા માટે અનેક વકીલોએ પોતાની પ્રક્ટિસ છોડી દીધી. આજે સમગ્ર વિશ્વ ભારત પર વિશ્વાસ કરે છે તેનું મુખ્ય કારણ ભારતની સ્વતંત્ર ન્યાય પ્રણાલિ છે.

  • Bharat completed 75 years of independence recently. In the fight for independence, the legal fraternity played a huge role. Many lawyers left their practice to join the independence movement. The independent judiciary of Bharat has a major role to play in why the world today… pic.twitter.com/vvkdvJexQR

2047 સુધી ભારત વિક્સિત દેશ બનશેઃ આવી અનેક સિદ્ધિઓ મેળવીને ભારત આજે 2047 સુધી વિક્સિત દેશ બની શકે તે માટે મહેનત કરી રહ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ભારતને એક મજબૂત, નિષ્પક્ષ અને સ્વતંત્ર કાયદા વ્યવસ્થાના આધારની જરૂર છે. તેમણે આ કોન્ફરન્સને ભારત માટે એક ઉપયોગી કદમ ગણાવ્યું છે. આ કોન્ફરન્સ દરમિયાન દરેક દેશ બીજા દેશ પાસેથી બેસ્ટ પ્રેક્ટિસ વિશે ઘણું બધું શીખી શકશે. આજે 21 સદીમાં આપણે એવી દુનિયામાં રહીએ છીએ જે સઘન રીતે સંકળાયેલી છે.

  1. National Space Day: 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવાશે, પીએમ મોદીએ કરી જાહેરાત
  2. G20 Meeting : આરોગ્ય G20 બેઠકમાં પીએમ મોદી કરશે સંબોધન, વિશ્વને આયુર્વેદિક દવાઓની જાણકારી અપાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.