- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પહોંચ્યા ગ્લાસગો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) COP26 જળવાયુ શિખર સંમેલન (COP26 Climate Summit) અને દ્વિપક્ષીય વાર્તા માટે પહોંચ્યા ગ્લાસગો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) બોરિસ જોનસન (Boris Johnson) સાથે દ્વિપક્ષીય બેઠક સોમવારે ઉદ્ઘાટન સમારોહના તરત પછી થવાની સંભાવના
ગ્લાસગોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર (UN)ની બેઠક માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની (British Prime Minister Boris Johnson) સાથે COP26 જળવાયુ શિખર સંમેલન (COP26 Climate Summit) અને દ્વિપક્ષીય વાર્તા માટે રવિવારે ગ્લાસગો પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) બોરિસ જોનસન (Boris Johnson) સાથે દ્વિપક્ષીય બેઠક સોમવારે ઉદ્ઘાટન સમારોહના તરત પછી થવાની સંભાવના છે, જેમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને UKના વડાપ્રધાનનું ભાષણ પણ સામેલ હશે.
આ પણ વાંચો- રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાનનું સંબોધન, કહ્યું- આપણે એકજૂટ રહીશું તો જ આગળ વધી શકીશું
વડાપ્રધાનનું સ્કોટિશ બૈલપાઈપની ધૂન પર સ્વાગત કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વિટ કરી જણાવ્યું છે કે, COP26 શિખર સંમેલનમાં સામેલ થઈ રહ્યો છું, જ્યાં જળવાયુ પરિવર્તનને (Climate change) ઓછું કરવા અને તેના સંબંધમાં ભારતના પ્રયાસોને સ્પષ્ટ કરવા માટે અન્ય વિશ્વ નેતાઓની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. ગ્લાસકોમાં પોતાના હોટેલ પહોંચવા પર વડાપ્રધાનનું સ્કોટિશ બૈલપાઈપની ધૂન પર સ્વાગત (Welcome to Prime Minister Narendra Modi to the tune of Scottish Bullpipe) કરવામાં આવ્યું હતું. સાથે જ ભારતીય પ્રવાસી પ્રતિનિધિઓનો એક મોટા સમૂહે પણ તેમનું સ્વાગત કર્યું હતું. તે દરમિયાન તેમણે ભારત માતાની જયના નારા પણ લગાવ્યા હતા.
આ પણ વાંચો- PM Modi એ વેટિકન સિટી પહોંચી પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી
ભારતીય સમુદાયે 'મોદી હૈ ભારત કા ગહેના' ('Modi hai bharat ka gehena') ગાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સ્વાગત કરવા માટે ભારતીય સમુદાયની વચ્ચે હાજર એક બાળક સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સાથે વાતચીત દરમિયાન ભારતીય સમુદાયે 'મોદી હૈ ભારત કા ગહેના' ('Modi hai bharat ka gehena') ગાયું હતું. ઈટલીમાં G20 શિખર સંમેલનથી ગ્લાસગો જનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે સવારે સ્કોટલેન્ડમાં આવેલા સામુદાયિક નેતાઓ અને ભારતવિદોની સાથે બેઠકની સાથે પોતાના યુરોપીય પ્રવાસના (European tour) યુકે તબક્કાની શરૂઆત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનના પૂર્ણ સત્રને સંબોધવા તૈયાર
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગ્લાસગોમાં સ્કોટિશ ઈવેન્ટ કેમ્પસ (SEC)માં સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન ઓફ ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)માં પાર્ટીઓના 26મા સંમેલન (COP26)માં વર્લ્ડ લીડર્સ સમિટ (WLC)ના ઉદ્ઘાટન સમારોહ માટે આગળ વધશે, જ્યાં તેઓ શિખર સંમેલનના પૂર્ણ સત્રને સંબોધિત કરવા માટે તૈયાર છે. આ પ્રસંગે જોનસને કહ્યું હતું કે, શિખર સંમેલન વિશ્વની સચ્ચાઈની ક્ષણ હશે અને વિશ્વના નેતાઓમાં તેનો મહત્તમ લાભ ઉઠાવવાનો આગ્રહ કર્યો છે.
ગ્લાસગોમાં મહત્ત્વપૂર્ણ જળવાયુ શિખર સંમેલનનો પ્રારંભ, નેતાઓએ સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિની આશા વ્યક્ત કરી
- ગ્લાસગોમાં રવિવારે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ શિખર સંમેલનની ઔપચારિક શરૂઆત કાર્યવાહી અને પ્રાર્થનાઓની અપીલની સાથે થઈ, જેમાં 2 સપ્તાહ સુધી લગભગ 200 દેશોના પ્રતિનિધિ વૈશ્વિક સ્તર પર તાપમાન વધવાના વહેંચાયેલા પડકારને પહોંચી વળવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.
- રવિવારે ઉદ્ઘાટન પછી સોમવારે વિશ્વભરના નેતા સ્કોટલેન્ડના સૌથી મોટા શહેરમાં જમા થશે અને ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને ઓછું કરવા અને જળવાયુ પરિવર્તનના પ્રભાવોનો સામનો કરવાના પોતાના દેશોના પ્રયાસોને રેખાંકિત કરશે.
- વેટિકનમાં રવિવારની પ્રાર્થના સભામાં પોપ ફ્રાન્સિસે વિશ્વના લોકોથી પ્રાર્થના કરવાની અપીલ કરી કે, વિશ્વભરના નેતા જળવાયુમાં તાપમાન વધવાની સાથે ધરતી અને ગરીબોની પીડાને સમજે.
- બેઠકમાં લગભગ 200 દેશના વાર્તાકાર 2015ના પેરિસ જળવાયુ સમજૂતી પછીથી બાકી મુદ્દાઓ પર ચર્ચા કરશે. અને આ સદીમાં વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ (2.7 ફેરનહિટ)થી વધુ થવાથી રોકવાના પ્રયાસોને તેજ કરવાના ઉપાય શોધશે.
- ગ્લાસગોમાં COP26ના અધ્યક્ષ અને બ્રિટનના પ્રધાન આલોક શર્માએ કહ્યું હતું કે, આ સંમેલન 1.5 ડિગ્રી સેલ્સિયસના લક્ષ્યને મેળવવાની રીતે અમારી અંતિમ અને સર્વશ્રેષ્ઠ આશા છે.
- વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 6 વર્ષ પહેલા ફ્રાન્સની રાજધાનીમાં જે લક્ષ્ય પર સંમતિ બની હતી. તેને હાંસલ કરવાની સંભાવના ધીમે ધીમે પૂર્ણ થવા જઈ રહી છે. વૈશ્વિક તાપમાન પહેલા જ 1.1 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ થઈ ગયું છે અને વર્તમાન અનુમાન અનુસાર, વર્ષ 2100 સુધી આ તાપમાન વૃદ્ધિ 2.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
- નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આ રીતે ગ્લોબલ વોર્મિંગ વધવાથી ધરતીનો બરફ પીઘળી જશે, જેનાથી વૈશ્વિક સમુદ્ર સ્તર વધશે. આના કારણે વાતાવરણ સંબંધિત ગંભીર ઘટનાઓની આશંકા હજી વધશે.