ETV Bharat / bharat

ભારત કોવિડ-19 આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાના વિયતનામી સમકક્ષ ગ્યૂયેન તન જૂંગ સાથે 17મા ભારત-આસિયાન શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. વર્ચ્યૂઅલ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને આસિયાનની વ્યૂહાત્મક ભાગીદારી આપણા ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક વારસા પર આધારિત છે. આસિયાન હંમેશા અમારી 'એક્ટ ફર્સ્ટ પોલિસી'નું મૂળ રહ્યું છે. વડા પ્રધાને વધુમાં કહ્યું, ભારતની હિન્દ-પ્રશાંત મહાસાગરની પહેલ અને આસિયાનના હિન્દ-પ્રશાંત પર દૃષ્ટિકોણ વચ્ચે ઘણી સમાનતા છે. ઓનલાઈન માધ્યમથી થઈ રહેલા શિખર સંમેલનમાં તમામ 10 આસિયાન સભ્ય દેશના નેતા ભાગ લઈ રહ્યા છે.

ભારત કોવિડ-19 આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલર આપશે
ભારત કોવિડ-19 આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલર આપશે
author img

By

Published : Nov 13, 2020, 2:28 PM IST

  • આસિયાનના વર્ચ્યૂઅલ સંમેલનમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
  • આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલર આપવા જાહેરાત
  • આર્થિક, સામાજિક સંબંધો મજબૂત કરવાનો મહત્ત્વનો વિષય

નવી દિલ્હીઃ સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને આસિયાન વચ્ચે ભૌતિક, આર્થિક, સામાજિક, ડિજિટલ, નાણાકીય અને સમુદ્રી સંબધમો મજબૂત કરવા અમારા માટે મહત્ત્વપૂર્ણ વિષય છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ક્ષેત્રમોમાં અમે ઘણા નજીક આવી ગયા છે અને આ સંમેલનનું અંતર ઓછું કરવાનું કામ કરશે.

આસિયાન-ભારતની ભાગીદારી ઊંડાણપૂર્વક અને મજબૂત થઈ છે

આ સંમેલનને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, આસિયાન-ભારતની ભાગીદારી અત્યારના વર્ષોમાં ઊંડાણપૂર્વક, મજબૂત અને બહુપરિમાણીય ભાગીદારીના રૂપમાં વિકસીત થઈ છે. આસિયાન અને ભારત વર્ષ 2002માં સંમેલન સ્તરના ભાગીદાર બન્યા હતા અને વર્ષ 2012માં વ્યૂહાત્મક ભાગીદાર બન્યા હતા. કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં વડા પ્રધાને ભારત-આસિયાનના સંબંધોનો લાભ ઊઠાવવા પર ભાર આપ્યો. તેમણે મહામારીની લડાઈમાં આસિયાનની પહેલના વખાણ કર્યા અને કોવિડ-19 આસિયાન રિસ્પોન્સ ફંડમાં 10 લાખ ડોલરની ધનરાશિ આપવાની પણ ઘોષણા કરી હતી. સંમેલનમાં ચર્ચા દરમિયાન પરસ્પર હિત અને ચિંતાના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવી. આમાં દક્ષિણ ચીન સાગર અને આતંકવાદનો મુદ્દો પણ સામેલ રહ્યો હતો. બંને પક્ષે ક્ષેત્રમાં એક નિયમ-આધારિત આદેશને મહત્ત્વ આપવા પર ભાર આપ્યો હતો.

સિંગાપોરના વડાપ્રધાને કોવિડ-19 મહામારીને નિર્ણાયક પડકાર ગણાવ્યો

સિંગાપોરના વડાપ્રધાન લી સીન લૂંગે કોવિડ-19 મહામારીને 2020ની ખૂબ જ નિર્ણાયક પડકાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું રસી ઉપલબ્ધ થવા પર આસિયાન દેશના લોકો સુધી અવિરત, ઝડપથી અને આર્થિક સ્તર પર પહોંચ સુનિશ્ચિત કરવી પડશે. આસિયાનના ડિજિટલ શિખર સંમેલનને સંબોધિત કરતા લીએ પ્રત્યેક વ્યક્તિ સુધી રસી પહોંચશે તેવું આહ્વાન કર્યું હતું અને મહામારીની અસરને ઓછી કરવા માટે ક્ષેત્રીય સહયોગને મહત્ત્વતા આપવા પર ભાર આપ્યો હતો. સિંગાપોર કોવિડ-19 રસીને લઈને વૈશ્વિક પહેલનું સમર્થન કરે છે. કોરોના વાઈરસ મહામારીના કારણે આ સંમેલનમાં કંબોડિયાનું પ્રતિનિધિત્વ ત્યાનાં નાયબ વડાપ્રધાને કર્યું હતું. વડા પ્રધાન હુન સેન કોરોના વાઈરસથી સંક્રમિત એક પ્રધાનના સંપર્કમાં આવવાના કારણે ક્વોરન્ટાઈન છે. હુન સેન કંબોડિયાના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા વ્યક્તિ છે.

જાણો શું છે આસિયાન???

આસિયાન (ASEAN એટલે કે એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એસિયન નેશન્સ) દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશનું સંગઠન છે. આની સ્થાપના એશિયા-પ્રશાંતના દેશોની વચ્ચે વધતા તણાવ વચ્ચે વ્યૂહાત્મક અને સામાજિક સ્થિરતાને વધારવા માટે કરવામાં આવી હતી. આસિયાન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.