ETV Bharat / bharat

વંશવાદ અને પરિવારવાદનું પરિણામ 21મી સદીનું ભારત જોઈ રહ્યું છે: વડાપ્રધાન મોદી

ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસે વડાપ્રધાન મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી.

modi
modi
author img

By

Published : Apr 6, 2021, 1:18 PM IST

  • પાર્ટીના 42માં સ્થાપના દિવસે વડાપ્રધાન મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા
  • પાર્ટીના કાર્યકર્તાઓના કાર્યની સરાહના કરાઈ
  • પરિવારવાદ અને વંશવાદ પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે દેશભરમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી.

પાર્ટીની ગૌરવશાળી યાત્રાને આજે 42 વર્ષ પૂર્ણ

કાર્યકર્તાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ બધાને ભાજપ સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું કે, પાર્ટીની ગૌરવશાળી યાત્રાને આજે 42 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 42 વર્ષ આ વાતના સાક્ષી છે કે પાર્ટી સેવા અને સમર્પણ સાથે કેવી રીતે કાર્ય કરે છે.

આ પણ વાંચો: ભાજપ સ્થાપના દિવસ: વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે

ભાજપને ચૂંટણી જીતવા પર ચૂંટણીને જીતવા માટેનું મશીન કહેવામાં આવે છે

કાર્યકરોને સંબોધન કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણી સરકારનું મૂલ્યાંકન તેમની ડિલિવરી સિસ્ટમથી થઈ રહ્યું છે. તે દેશમાં સરકારોની કામગીરીનું નવું સૂત્ર બની રહ્યું છે. આ હોવા છતાં, કમનસીબી એ છે કે જો ભાજપ ચૂંટણીમાં વિજય મેળવે છે, તો તેને ચૂંટણીને જીતવા માટેનું મશીન કહેવામાં આવે છે.

વિરોધીઓ પર સાધ્યું નિશાન

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, અમે ખુલ્લા દિલથી ભાજપના વિરોધીઓનું પણ સમ્માન કરીએ છીએ, તેમનું સમ્માન કરીએ છીએ. ભારત રત્નથી લઈને પદ્મ પુરસ્કાર તેમનું ઉદાહરણ છે. પદ્મ પુરસ્કારમાં જે અમે બદલાવ કર્યા છે તે પોતાનામાં જ એક કથા છે.

BJP કાર્યકર્તાઓ તન,મન અને ધનથી કરી રહ્યા છે કાર્ય

તેમણે વધુમાં કહ્યું કે, તે ભાજપ જ છે જ્યાં કાર્યકરો તેમનું તન, મન અને ધન આપીને પાર્ટીની સેવા કરે છે. અનેક કાર્યકરો પાર્ટી માટે તેમનું બલિદાન આપી ચૂક્યા છે. અનેક કાર્યકર્તાઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો: આસામના લોકોએ કોંગ્રેસ ગઠબંધનને જાકારો આપ્યો છે: PM નરેન્દ્ર મોદી

કેરળ અને પશ્ચિમ બંગાળમાં BJP કાર્યકર્તાઓને ધમકાવવામાં આવી રહ્યા છે

વિરોધીઓને નિશાન બનાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આપણા કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે, તેમના પર હુમલાઓ કરવામાં આવે છે, તેમના પરિવાર પર હુમલાઓ કરવામાં આવે છે. પરંતુ તેઓ તેમની વિચારધારા પ્રત્યે અડગ રહે છે, મક્કમ રહે છે. ત્યારે હાલ વંશવાદ અને પરિવારવાદનું પરિણામ 21મી સદીનું ભારત જોઈ રહ્યું છે

કાર્યકરો મોદી સરકારની કામગીરી ગણાવશે

સ્થાપના દિવસ અંતર્ગત પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે જઈને પાર્ટીની નીતિઓ અને કેન્દ્રમાં મોદી સરકારની કામગીરીની ગણતરી કરશે. ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણીઓના કારણે આ સમયે હલચલ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં વિશેષ તૈયારીઓ કરી લીધી છે. પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, નાના કક્ષાના નેતાઓ વ્યાપક લોકસંપર્ક અભિયાન ચલાવશે.

ગુજરાત હાઇકોર્ટનો ડાયમંડ જ્યુબલીનો કાર્યક્રમ

ગુજરાતની હાઇકોર્ટની ડાયમંડ જ્યુબલી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રંસિંગના મારફતે સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું કે, આપણા સંવિધાનમાં કાર્યપાલિકા, વિધાયિકા અને અદાલતને જવાબદારી આપવામાં આવી છે, તે આપણા સંવિધાનની જીવનદોરી સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.