- દેશ ફરી એકવાર કોરોના સામે સંયુક્ત રીતે લડી રહ્યો છે
- સરકાર દ્વારા નિ:શુલ્ક રસી આપવાનો કાર્યક્રમ હજી પણ ચાલુ
- નિઃશુલ્ક રસીનો લાભ રાજ્યોના લોકો સુધી પહોંચાડવો જોઈએ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં કોરોનાના વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આપણે બધાએ રસી લેવી જોઈએ અને સાવચેતી પણ રાખવી પડશે. એક તરફ દેશ હોસ્પિટલો, વેન્ટિલેટર અને દવાઓ માટે રાત-દિવસ કામ કરી રહ્યો છે. તો બીજી તરફ, દેશના લોકો પણ કોરોના સામેના પડકારની લડત લડી રહ્યા છે.
આ પણ વાંચો: પ્રાણવાયુનો પ્રાણ પ્રશ્ન: દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં આખરે ઓક્સિજન પહોંચ્યું
વડાપ્રધાને રાજ્યોને વિનંતી કરી
તેમણે કહ્યું કે, 'આ વખતે ગ્રામ્યમાં પણ નવી જાગૃતિ જોવા મળી રહી છે. કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને, લોકો તેમના ગામને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યાં છે. આ ઉપરાંત, બહારથી આવતા લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશ ફરી એકવાર કોરોના સામે સંયુક્ત રીતે લડી રહ્યો છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર દ્વારા નિ:શુલ્ક રસી આપવાનો કાર્યક્રમ હજી પણ ચાલુ છે અને તે ચાલુ રહેશે. મોદીએ કહ્યું કે, હું રાજ્યોને પણ વિનંતી કરું છું કે તેઓએ ભારત સરકારની આ નિઃશુલ્ક રસી ઝુંબેશનો લાભ તેમના રાજ્યમાં બને તેટલા લોકો સુધી પહોંચાડવો જોઈએ.
આ પણ વાંચો: દિલ્હીમાં કેજરીવાલ સરકારે એક અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવ્યું
કોરાના સંકટની વચ્ચે વડાપ્રધાન મોદીની મન કી બાત
મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, કોરોનાના આ સંકટમાં, રસીનું મહત્વ દરેક માટે જરૂરી છે, તેથી હું તમને વિનંતી કરું છું કે રસી વિશે કોઇ અફવાઓ ન ફેલાવો. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કરી હતી.