નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યાલય પહોંચ્યા, જ્યાં તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. પાર્ટી હેડક્વાર્ટર ખાતે પીએમ મોદીના આગમનની રાહ જોઈ રહેલા કાર્યકરોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પુષ્પગુચ્છ સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે તેઓ કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં ભાગ લેશે. થોડા સમય બાદ પીએમ મોદી મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચૂંટણી માટે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેશે.
-
#WATCH | Top BJP leaders welcome PM Modi on his arrival at the party headquarters in Delhi
— ANI (@ANI) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The PM is visiting the BJP headquarters for the first time after the completion of the G20 summit pic.twitter.com/OwntmkqKDE
">#WATCH | Top BJP leaders welcome PM Modi on his arrival at the party headquarters in Delhi
— ANI (@ANI) September 13, 2023
The PM is visiting the BJP headquarters for the first time after the completion of the G20 summit pic.twitter.com/OwntmkqKDE#WATCH | Top BJP leaders welcome PM Modi on his arrival at the party headquarters in Delhi
— ANI (@ANI) September 13, 2023
The PM is visiting the BJP headquarters for the first time after the completion of the G20 summit pic.twitter.com/OwntmkqKDE
વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું : દિલ્હીમાં જી-20 સમિટના સમાપન બાદ પીએમ મોદીની પાર્ટી ઓફિસની આ પહેલી મુલાકાત હતી. આ સમિટને ખૂબ જ સફળ કાર્યક્રમ તરીકે જોવામાં આવી રહી છે અને વિશ્વ નેતાઓએ પણ આ માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચૂંટણીને લઈને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા નેતાઓ અને મંત્રીઓ આવવા લાગ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ બીજેપી હેડક્વાર્ટર પહોંચી ગયા છે.
-
#WATCH | The meeting of the BJP Central Election Committee on Madhya Pradesh elections has started in the party's headquarters in Delhi
— ANI (@ANI) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
In the meeting, PM Narendra Modi, Home Minister Amit Shah, BJP President JP Nadda, Defence Minister Rajnath Singh along with CEC members and… pic.twitter.com/EN12dIf6uE
">#WATCH | The meeting of the BJP Central Election Committee on Madhya Pradesh elections has started in the party's headquarters in Delhi
— ANI (@ANI) September 13, 2023
In the meeting, PM Narendra Modi, Home Minister Amit Shah, BJP President JP Nadda, Defence Minister Rajnath Singh along with CEC members and… pic.twitter.com/EN12dIf6uE#WATCH | The meeting of the BJP Central Election Committee on Madhya Pradesh elections has started in the party's headquarters in Delhi
— ANI (@ANI) September 13, 2023
In the meeting, PM Narendra Modi, Home Minister Amit Shah, BJP President JP Nadda, Defence Minister Rajnath Singh along with CEC members and… pic.twitter.com/EN12dIf6uE
G20ની સફળતા બાદ પહેલી મુલાકાત : ભાજપે ઘણી વખત તેના રાજકીય સંવાદમાં મોદીના નેતૃત્વની વૈશ્વિક માન્યતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધેલા કદને હાઇલાઇટ કર્યું છે. આ એક એવો મુદ્દો છે જે G20 મીટિંગ પછી પક્ષના નેતાઓ દ્વારા વધુ સ્પષ્ટ રીતે ઉઠાવવામાં આવી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. મોદી, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અન્ય વરિષ્ઠ નેતાઓ CECના સભ્ય છે. સૂત્રોનું કહેવું છે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી માટે ઉમેદવારોના નામ સીઈસીમાં નક્કી થઈ શકે છે.
-
#WATCH | Prime Minister Narendra Modi leaves from BJP headquarters as the meeting of the BJP Central Election Committee on Madhya Pradesh elections concludes in Delhi. pic.twitter.com/hDdOu5sjEd
— ANI (@ANI) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Prime Minister Narendra Modi leaves from BJP headquarters as the meeting of the BJP Central Election Committee on Madhya Pradesh elections concludes in Delhi. pic.twitter.com/hDdOu5sjEd
— ANI (@ANI) September 13, 2023#WATCH | Prime Minister Narendra Modi leaves from BJP headquarters as the meeting of the BJP Central Election Committee on Madhya Pradesh elections concludes in Delhi. pic.twitter.com/hDdOu5sjEd
— ANI (@ANI) September 13, 2023
આગામી ચૂંટણીને લઇને તૈયારી બાબતે ચર્ચા : CECએ ગયા મહિને બેઠક કરી હતી અને મધ્યપ્રદેશની 39 બેઠકો અને છત્તીસગઢની 21 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ એવી બેઠકો હતી જ્યાં ગત ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાની પરંપરાથી ભટકીને ભાજપે આ વખતે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જે 2024માં લોકસભા ચૂંટણી પહેલા વિધાનસભા ચૂંટણીનો છેલ્લો રાઉન્ડ છે.