ETV Bharat / bharat

મફ્ત વેક્સિનને લઇ કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા સવાલ - કોંગ્રેસ પાર્ટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દરેક રાજ્યને મફત વેક્સિન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. જોકે, કોંગ્રેસે વડાપ્રધાનની આ જાહેરાતને અધૂરી ગણાવી તેની પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસે કહ્યું હતું કે, જો વેક્સિનેશન મફત છે તો પછી ખાનગી હોસ્પિટલ પૈસા કેમ લેશે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એક સાધારાણ પ્રશ્ન છે કે જો વેક્સિન દરેક માટે મફત છે તો ફરી ખાનગી હોસ્પિટલે પૈસા કેમ લેવા જોઈએ.

વડાપ્રધાને ભૂતકાળની સરકારો અને વૈજ્ઞાનિકોનું અપમાન કર્યુંઃ કોંગ્રેસ

author img

By

Published : Jun 8, 2021, 9:26 AM IST

  • વડાપ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પર કોંગ્રેસના પ્રહાર
  • 18 વર્ષથી વધુ વયના લોકોના વેક્સિનેશન માટે અમે વારંવાર માગ કરી હતીઃકોંગ્રેસ
  • વેક્સિન દરેક માટે મફત છે તો ખાનગી હોસ્પિટલ પૈસા કેમ લેશેઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાને દેશમાં પેહલાના વેક્સિનેશન કાર્યક્રમ અંગે ટિપ્પણી કરીને ભૂતકાળની ચૂંટાયેલી સરકારો અને વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા મહિનાઓમાં વારંવાર માગ રાખી હતી કે, 18 વર્ષથી વધુ વયના લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવી જોઈએ, પરંતુ મોદી સરકારે તેનો ઈનકાર કરી દીધો હતો. પછી સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદી અને તેમની સરકારને કટઘરામાં ઉભા કરી દીધા હતા.

વેક્સિન દરેક માટે મફત છે તો ખાનગી હોસ્પિટલ પૈસા કેમ લેશેઃ કોંગ્રેસ

આ પણ વાંચો- જામનગર આમ આદમી પાર્ટીના નવનિયુક્ત શહેર પ્રમુખે Etv ભારત સાથે કરી ખાસ વાતચિત

વડાપ્રધાન મોદી પોતાના જ મોઢે પોતાના વખાણ કરે છેઃ કોંગ્રેસ મહાસચિવ

કોંગ્રેસ મહાસચિવે જણાવ્યું હતું કે, અત્યારે ખુશી છે કે, દરેક નાગરિકને મફત વેક્સિન આપવાની માગને સરકારે અધૂરી રીતે માની તો લીધી. વડાપ્રધાન આજે પણ પોતાના મોઢે મિયા મિઠ્ઠુ બનેલા છે. દેર આએ પર પૂરી તરહ દુરસ્ત નહીં આએ. છેલ્લા 6 મહિનામાં વેક્સિનેશનની ત્રણ વાર નીતિઓ બદલીને લાખો લોકોના જીવનને જોખમમાં નાખવા માટે મોદીને જવાબદાર કેમ ન ઠેરવવામાં આવ્યા ?

ગરીબોને વેક્સિનની સાથે સરકારે 6,000 રૂપિયાની આર્થિક મદદ કરવી જોઈએઃ કોંગ્રેસ

કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, સરકાર ગરીબોને મફત વેક્સિન આપવાની સાથે સાથે 6,000 રૂપિયાની પણ મદદ રે. પહેલાના વેક્સિનેશન કાર્યક્રમોના સંદર્ભમાં કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતા સુરજેવાલાએ જણાવ્યું હતું કે, આજે તમે વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિકો અને ભૂતકાળની ચૂંટાયેલી સરકારોને અપમાનિત કરી છે. દેશ વર્ષ 1970માં ચેચકથી મુક્ત થયો હતો. વર્ષ 2011માં પોલિયોથી મુક્ત થયો હતો. હૈજા અને અનેક બીમારીઓથી પહેલા પણ મુક્તિ મેળવવામાં આવી હતી. તે દરમિયાન કોંગ્રેસની જ સરકાર હતી.

આ પણ વાંચો- કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને સહાયની માગણી સાથે કૉંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન મોદીએ અગાઉના વડાપ્રધાનના યોગદાનને સ્વીકાર્યું હોત તો વડાપ્રધાન પદની ગરિમા જળવાઈ હોતઃ આનંદ શર્મા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, જો વડાપ્રધાન મોદીએ ભાજરના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના યોગદાન પછી વડાપ્રધાનો જેવા કે, શાસ્ત્રીજી, ઈન્દિરાજી, રાજીવજી, વાજપેયીજી અને ડો. મનમોહન સિંહજીના યોગદાનને સ્વીકાર્યું હોત તો વડાપ્રધાન પદની ગરિમા હજી વધી જાત.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.