ગાંધીનગર : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની પરિસ્થિતિની સમીક્ષા કરવા સોમવારે રાજભવન, ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકની (Pm Modi Morbi Review Meeting ) અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાનને મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની ત્યારથી ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. દુર્ઘટનાને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 31, 2022માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 31, 2022
અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય : પીએમઓના એક રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.
વડાપ્રધાન મોરબીની મુલાકાતે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે ગુજરાતના મોરબીની મુલાકાતે (Pm modi Morbi Visit) આવશે. મોરબી શહેરમાં રવિવારે મચ્છુ નદીમાં કેબલ સસ્પેન્શન બ્રિજ ધરાશાયી થતાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 134 લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે.
તપાસ માટે પાંચ સભ્યોની સમિતિ: વડા પ્રધાને અગાઉ કહ્યું હતું કે બચાવ અને રાહત કામગીરીમાં કોઈ ઢીલ રાખવામાં આવશે નહીં. ગુજરાત સરકારે પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. મોરબી બ્રિજ ધરાશાયી થવાના મામલે ઓરેવાના અધિકારીઓ, બ્રિજનું નવીનીકરણ કરનાર કંપની, ટિકિટ વેચનાર અને સિક્યુરિટી મેન સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.