- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે મુખ્યપ્રધાનોની વર્ચ્યુઅલ બેઠક બોલાવી
- કોરોનાના વધતા જતાં કેસોને અટકાવવા વડાપ્રધાન મોદીએ બોલાવી છે વર્ચ્યુઅલ બેઠક
- બેઠકમાં બધા જ રાજ્યો અંગે ત્યાંની પરિસ્થિતી વિશે જાણકારી મેળવવામાં આવશે
નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે મુખ્યપ્રધાનોની વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે. દેશમાં 11 વાગ્યે વર્ચ્યુઅલ બેઠક શરૂ થશે. આ સમય દરમિયાન મુખ્યપ્રધાનો સાથે અસરકારક સંચાલન અને કોરોના રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
કોરોનાના વધતા જતાં કેસોને અટકાવવા વડાપ્રધાન મોદીએ બોલાવી છે વર્ચ્યુઅલ બેઠક
વડાપ્રધાન મોદી આ પહેલા જ કોરોના કાળમાં કેટલીયેવાર મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરી વૈશ્વિક મહામારીને રોકવા માટે રણનીતિ બનાવી ચૂક્યા છે.
આ પણ વાંચો: કોરોના પર નિયંત્રણ મેળવવા PM મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી
બેઠકમાં બધા જ રાજ્યો અંગે ત્યાંની પરિસ્થિતી વિશે જાણકારી મેળવવામાં આવશે
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, 17 માર્ચના રોજ થનારી બેઠકમાં બધા જ રાજ્યો અંગે તેની પરિસ્થિતી વિશે જાણકારી અને તેના અંગે સૂચનો પણ લેવામાં આવશે. રાજ્યોના સૂચનોના આધારે કોરોનાને ફરીથી વધતા અટકાવવા વ્યૂહરચના બનાવવામાં આવશે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક
જાણો હાલમાં કોરોનાના કેસની સંખ્યા
દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2,19,262 છે જ્યારે હાલ દેશમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 1,13,85,339 છે.
આ પણ વાંચો: કોરોના સંકટ: PM મોદીની સમીક્ષા બેઠક, દિલ્હી પર વિશેષ ધ્યાન આપવાનો આદેશ