ETV Bharat / bharat

SC માં મહિલા અનામત લાગુ કરવાની માંગ કરતી અરજી પર 3 નવેમ્બરે સુનાવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 4:46 PM IST

લોકસભા ચૂંટણી 2024 પહેલા મહિલા અનામત બિલ લાગુ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં 3 નવેમ્બરે સુનાવણી થશે. Women Reservation Bill implementation Plea

PLEA IN SC SEEKS IMPLEMENTATION OF WOMEN RESERVATION BILL BEFORE 2024 POLLS

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 પહેલા ખરા અર્થમાં 33 ટકા મહિલા અનામત બિલને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ 3 નવેમ્બરે સુનાવણી કરશે. જયા ઠાકુરે વકીલ વરુણ ઠાકુર અને વરિન્દર કુમાર શર્મા દ્વારા અરજી દાખલ કરી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચ કરશે.

મહિલા અનામત અમલ કરવાની માંગ: અરજદારે સંસદીય સામાન્ય ચૂંટણી 2024 પહેલા 33 ટકા મહિલા અનામતનો અમલ કરવાની માંગ કરી હતી. અરજદારે કહ્યું કે લોકશાહી પ્રક્રિયામાં સમાજના દરેક ખૂણેથી પ્રતિનિધિત્વ જરૂરી છે પરંતુ છેલ્લા 75 વર્ષથી સંસદ તેમજ રાજ્ય વિધાનસભામાં મહિલાઓનું પૂરતું પ્રતિનિધિત્વ નથી.

તેની માંગ દાયકાઓથી પડતર હતી અને સંસદે 33 ટકા અનામત માટે ઉપરોક્ત કાયદો યોગ્ય રીતે પસાર કર્યો હતો. જો કે, સીમાંકન પછી આ કાયદો લાગુ કરવામાં આવશે તે વાત પર રોક લગાવવામાં આવી હતી. અરજદારે કહ્યું કે, '33 ટકા મહિલા અનામતના તાત્કાલિક અમલ માટે, વસ્તી ગણતરીને 'શૂન્ય' જાહેર કરી શકાય. તેમણે વધુમાં કહ્યું કે બંધારણીય સુધારાને અનિશ્ચિત સમય માટે રોકી શકાય નહીં.

આ સુધારા વિશેષ સત્ર સંસદ તેમજ રાજ્ય વિધાનસભામાં આરક્ષણના અમલ માટે બોલાવવામાં આવ્યું હતું અને બંને ગૃહોએ સર્વસંમતિથી આ બિલ પસાર કર્યું હતું. ભારતના રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી હતી અને ત્યારબાદ 28 સપ્ટેમ્બર, 2023ના રોજ અધિનિયમને સૂચિત કરવામાં આવ્યો હતો. અરજદારે કહ્યું કે આ પછી એક્ટના હેતુને અનિશ્ચિત સમય માટે રોકી શકાય નહીં.

  1. Contempt Of Court: હાઈકોર્ટના જજને ફાંસીની સજાની માંગ કરનાર વ્યક્તિને છ મહિનાની કેદ
  2. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપવામાં આવેલા આગોતરા જામીનમાં દખલ કરવાનો ઇનકાર કર્યો

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.