બેઈજિંગઃ ચીનમાં એક મોટી પ્લેન દુર્ધટના થઈ (plane crash in China) છે. ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 132 મુસાફરો સવાર (Plane carrying 133 crashes in China) હતા. ચીનના નાગરિક ઉડ્ડયનએ અકસ્માતની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, વિમાનમાં 123 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર હતા. આ દુર્ઘટનામાં કેટલા લોકો બચી ગયા કે, કેટલા લોકોના મોત થયા તેની માહિતી હાલ બહાર આવી નથી. જે પ્લેન ક્રેશ થયું તે ચીનની ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું છે.
-
A China Eastern Airlines aircraft carrying 133 passengers from Kunming to Guangzhou had an "accident" in the region of Guangxi & caused a fire on the mountains. The jet involved in the accident was a Boeing 737 aircraft & the number of casualties wasn't immediately known: Reuters
— ANI (@ANI) March 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">A China Eastern Airlines aircraft carrying 133 passengers from Kunming to Guangzhou had an "accident" in the region of Guangxi & caused a fire on the mountains. The jet involved in the accident was a Boeing 737 aircraft & the number of casualties wasn't immediately known: Reuters
— ANI (@ANI) March 21, 2022A China Eastern Airlines aircraft carrying 133 passengers from Kunming to Guangzhou had an "accident" in the region of Guangxi & caused a fire on the mountains. The jet involved in the accident was a Boeing 737 aircraft & the number of casualties wasn't immediately known: Reuters
— ANI (@ANI) March 21, 2022
આ પણ વાંચો: Gujarat Weather Report : હિટ વેવની આગાહી વચ્ચે રાહતના સમાચાર, આજે રાજ્યમાં નહીં વધે ગરમી
દુર્ઘટના ગુઆંગસી વિસ્તારમાં બની: ચીનનું બોઈંગ 737 કુનમિંગથી (Boeing 737 aircraft) ગુઆંગઝૂ જઈ રહ્યું હતું. આ દુર્ઘટના ગુઆંગસી વિસ્તારમાં બની હતી. જેના કારણે ત્યાંના પહાડોમાં પણ આગની જ્વાળાઓ દેખાતી હતી. MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુનાન પ્રાંતના કુનમિંગ શહેરના ચાંગશુઈ એરપોર્ટ પરથી સવારે 1.15 કલાકે ઉડાન ભરી હતી. તે 3 વાગ્યા સુધીમાં ગ્વાંગડોંગ પ્રાંતના ગ્વાંગઝોઉ પહોંચવાનું હતું, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો હતો.
ચાઇના ઇસ્ટર્ન ચીનની ત્રણ મુખ્ય એરલાઇન્સ કંપનીઓમાંથી એક: બચાવ ટીમો હવે ઝડપથી તે જગ્યાએ જઈ રહી છે, જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન માત્ર સાડા છ વર્ષનું હતું. જૂન 2015માં એરલાઈન્સ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. MU 5735 માં કુલ 162 સીટો હતી, જેમાંથી 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસ હતી. બોઇંગ 737 ટૂંકા અને મધ્યમ અંતરની હવાઈ મુસાફરી માટે સારું વિમાન માનવામાં (Chinese airliner) આવે છે. ચાઇના ઇસ્ટર્ન ચીનની ત્રણ મુખ્ય એરલાઇન્સ કંપનીઓમાંથી એક છે.
આ પણ વાંચો: Building Collapses in Bharuch : બંબાખાનામાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 3 બાળકોના મોત
છેલ્લી વખત આવો મોટો અકસ્માત 2010માં થયો: એવિએશન સેફ્ટી નેટવર્ક અનુસાર, ચીનમાં છેલ્લી વખત આવો મોટો અકસ્માત 2010માં થયો હતો. જ્યારે Embraer E-190 ક્રેશ થયું હતું. વિમાનમાં 96 લોકો સવાર હતા, જેમાંથી 44ના મોત થયા હતા. આ દુર્ઘટના ઓછી વિઝિબિલિટીના કારણે થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.