ન્યુઝ ડેસ્ક : પ્રશાંત કિશોર રાજકારણમાં આવશે તો અન્ય પક્ષ અને એની પાર્ટીમાં ખાસ કોઈ તફાવત નહીં જોવા મળે. ટૂંકમાં એમના માટે રાજકારણમાં પ્રવેશવું કઠિન અને કપરૂ છે. લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ હાંફી જાય એવું પણ બને. કારણ કે, બિહારમાં રાજકારણ મોટાભાગે જાતિ આધારિત રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે સાથ-સમર્થન મેળવવું લોઢાના ચણા ચાવવા નહીં પણ પચાવવા સમાન બની રહેશે. કોઈ રાજકીય પક્ષ માટે રણનીતિ તૈયાર કરવી અને રાજકીય રણભૂમિમાં એનો એક ભાગ હોવું બંને અલગ વસ્તુ છે. જો તે રાજકારણમાં આવે તો તેમણે અન્ય કરતા કંઈક અલગ કરવું પણ પડશે અને એના મુદ્દાઓને સાબિત પણ કરવા પડશે. જો એક નેતા તરીકે સક્રિય થયા તો તે યોગ્ય લીડર છે એવું પુરવાર કરવું પડે.
ટ્વીટથી હોબાળો મચ્યો : રણનીતિ અનુસાર પગલાં લેવા અને એક નેતા હોવું બંનેમાં એક જુદાપણું છે. કોંગ્રેસ સાથે કામ કર્યા બાદ અચાનક એની સાથેનો છેડો ફાડ્યા બાદ કોંગ્રેસમાં જ જોડાઈ જવાની ઓફર આવી હતી. પણ પ્રશાંતે કેટલાક ઘટસ્ફોટ કરીને કોંગ્રેસની આ આશા પર ઠંડું પાણી ફેરવી દીધું. રાજકીય ક્ષેત્રે સમસ્યા કરતા ચોક્કસ સમયે થતા એલાનની તીવ્રતા વધારે હોય છે. પ્રશાંત કિશોરે દિલ્હીમાંથી કોંગ્રેસની ઓફરને ફગાવી દીધી હતી. ટન જેટલો વજન ધરાવતી એની ટ્વીટે હોબાળો મચાવી દીધો હતો.
કઇ રીતે આવી શકે છે ફેરફારો - “લોકશાહીમાં અર્થપૂર્ણ સહભાગી બનવાનો અને લોકોલક્ષી પોલીસી બનાવવામાં મદદ કરવાનું મારૂ રીસર્ચ 10 વર્ષની રોલરકોસ્ટર રાઇડ તરફ દોરી ગઈ! જેમ જેમ હું પેજ ફેરવી રહ્યો છું, એ જોતા હવે લાગે છે કે સમય આવી ગયો છે રીયલ માસ્ટર્સ અને લોકો પાસે જવાનો, આ મુદ્દાને વધુ સારી રીતે સમજવા માટે.. “જન સૂરજ” પીપલ્સ ગુડ ગવર્નન્સનો માર્ગ,” આવું તેમણે પોતાાન ટ્વવીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું. આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, આની શરૂઆત બિહારથી થશે. એટલે કે, “શુરુઆત બિહાર સે.” બિહાર રાજ્યના મોટામાથા ગણાતા નેતા મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભાજપના નેતા-રાજ્યસભા સાંસદ સુશિલ કુમાર મોદીનું હાલ એવું વલણ છે કે, એમને આ પ્રશાંત કિશોરથી જાણે કોઈ કંઈ લેવાદેવા ન હોય. જાણે પ્રશાંત કિશોર સાથે કંઈ કરવાના ન હોય. જોકે, હકીકત એવી પણ છે કે, બિહારમાં ભાજપ અને જેડીયુએ પ્રશાંત કિશોરની મદદથી જ સરકાર બનાવી હતી.
પ્રશાંતનો રોડમેપ અને નેતાઓની જીત - વર્ષ 2014ની લોકસભા અથવા 2015ની વિધાનસભામાં બિહારમાં બંને પક્ષની જીત પાછળનો ચહેરો પ્રશાંત કિશોર છે. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી જીતાડવામાં અને વર્ષ 2015માં વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા કરી ખુરશી સુધી પહોંચાડવામાં પ્રશાંતે રોડમેપ તૈયાર કરેલો. આ અંગે જ્યારે મીડિયાએ મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો ત્યારે એમનો જવાબ હતો કે, ચૂંટણીમાં રણનીતિકાર તરીકે તેઓ પ્રશાંત કિશોર સાથે કંઈ કરી રહ્યા નથી. બીજી બાજું સુશિલ મોદીએ પ્રહાર કર્યો કે, બિહારમાં કોઈ નવી રાજકીય પાર્ટીનું ભવિષ્ય નથી. આ ટોણો પ્રશાંત કિશોર પર હતો. હવે ભાજપના નેતા સુશિલ મોદીના નિવેદન પર વિચાર કરવામાં આવે તો એ વાત નક્કી થાય કે, બિહારમાં હાલમાં જે રાજકીય પક્ષો છે એના સિવાય બીજી કોઈ નવી રાજકીય પાર્ટીનું ભવિષ્ય નથી. સુશિલ મોદીએ એવું પણ કહ્યું હતું કે, આ લોકશાહી છે. જેમાં કોઈ પણને રાજકીય પ્રયોગ કરવાનો હક છે અથવા પોતાની નવી રાજકીય પાર્ટી તૈયાર કરવાનો અધિકાર છે. જ્યારે ઈટીવી ભારતે જુદા જુદા રાજકીય નિષ્ણાંતોને પૂછ્યું ત્યારે તેમણે એ વાત સમજાવી કે, પ્રશાંત કિશોર પાસે કોઈ રાજકીય વારસો નથી. લોકો માટે આ વાતને અવગણવી મુશ્કેલ છે. જો નવી પાર્ટી પ્રશાંત બનાવે તો અવરોધો મોટા અને અસ્તિત્વ અઘરૂ છે. તેમણે જે રાજકીય કુદકો માર્યો છે એનું પરિણામ તો સમય નક્કી કરશે.
કિશોરનો આનંદ અને નેતાઓનો સ્ટ્રેસ - ગોપાલગંજ ટુ રાયસીના પુસ્તકના લેખક અને પત્રકાર નલીન વર્માનો એવો મત છે કે, પ્રશાંત કિશોરને રાજકીય દ્રષ્ટિએ ધ્યાનમાં ન લેવો એ કોઈપણ રાજકીય પાર્ટી માટે પરેશાની રૂપ સાબિત થઈ શકે. રણનીતિકાર તરીકે કામ કરતા પહેલા તેમણે કેટલાય વર્ષો સુધી યુનાઈટેડ નેશન્સમાં કામ કર્યું છે. દેશના ટોચના કહેવાતા નેતાઓ સાથે તેમનો સીધો સંપર્ક છે. સારૂ ટ્યુનિંગ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. એવું પણ કહેવાય છે કે, પ્રશાંતે નરેન્દ્ર મોદી સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે અને એક સમયે તે એનો સૌથી નજીકનો વ્યક્તિ રહ્યો હતો. વડાપ્રધાન મોદીની જેમ તેણે નીતીશ કુમાર સાથે પણ ઘણું નજીકથી કામ કરેલું છે. એક સમયે નીતીશ કુમારના સૌથી નજીકના અને સૌથી વધુ વિશ્વાસુ વ્યક્તિ તરીકે પ્રશાંત કિશોરનું નામ પહેલા ક્રમે હતું. પ્રશાંતે જે રીતે એ સમયમાં રાજકીય આનંદ માણ્યો એ બીજા નેતાઓ માટે તણાવભર્યો પીરીયડ રહ્યો હતો. પ્રશાંત જેટલો રાજકીય આનંદ કે રાજીપો કોઈ રાજનેતાને મળ્યો નથી. જો એનામાં કંઈ ન હોય તો અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી, સોનિયા ગાંધી, શરદ પવાર, એમ.કે. સ્ટાલીન, વાયએસ જગન મોહન રેડ્ડી, કેપ્ટન અમરિંદરસિંહ શા માટે એનો સંપર્ક કરે છે? આ પુરવાર કરે છે કે, એનામાં એક પરિવર્તન લાવવા માટેની મોટી ક્ષમતા છે.
રાજકારણની રગે રગથી પરીચિત - બિહારા રાજકારણની રગેરગથી પ્રશાંત વાકેફ છે. બિહારના રાજકારણમાં થતા દરેક સેકન્ડથી પ્રશાંત અપડેટેડ છે. બિહારના રાજકારણમાં આવતા પહેલા તેણે હોમવર્ક તો અવશ્ય કર્યું જ હશે. તેમણે પણ પડકારો અને પરિસ્થિતિઓનો તાગ તો મેળવ્યો જ હશે. બિહારના રાજનેતાઓએ એ વાત સ્વીકાર પડશે કે, પ્રશાંત કોઈ સામાન્ય વ્યક્ત નથી. આઈડિયા અને ઈનોવેશનથી ભરેલો માણસ છે. જ્યાં પણ કામ કરશે ત્યાં એને સફળતા મળવાના ચાન્સ 90 ટકા છે. હાલમાં એના રાજકીય કેરિયર કે પાર્ટી વિશે કહેવું ઘણું એડવાન્સ ગણાશે.