ETV Bharat / bharat

દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણી, સગાઈ કર્યા પછી પણ મંગેતર સાથે બળજબરીથી શારીરીક સંબધ બાંધવો એ દુષ્કર્મ

દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, સગાઈ કર્યા પછી પણ મંગેતર સાથે બળજબરીથી શારીરીક સંબંધ રાખવો એ દુષ્કર્મ છે. માત્ર સગાઈ કરવાથી, કોઈને હુમલો કરવાની અથવા તેની મંગેતર સાથે બળજબરીથી શારીરીક સંબધ બાંધવાની મંજૂરી(PHYSICAL RELATIONSHIP WITH FIANCEE) આપી શકાય નહીં. તેને લગતા કેસમાં આરોપી યુવકની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણી, સગાઈ કર્યા પછી પણ મંગેતર સાથે બળજબરીથી શારીરીક સંબધ બાંધવો એ દુષ્કર્મ
દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણી, સગાઈ કર્યા પછી પણ મંગેતર સાથે બળજબરીથી શારીરીક સંબધ બાંધવો એ દુષ્કર્મ
author img

By

Published : Oct 6, 2022, 7:03 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે(DELHI HIGH COURT ) સગાઈ બાદ પોતાની મંગેતર સાથે અનેકવાર દુષ્કર્મ અને મારપીટ કરનાર યુવકની જામીન અરજી ફગાવી દીધી છે. (PHYSICAL RELATIONSHIP WITH FIANCEE)કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, માત્ર સગાઈ કોઈને પણ તેની મંગેતર સાથે મારપીટ અથવા સંબંધ રાખવાની પરવાનગી તરીકે લઈ શકાય નહીં.

જાતીય સતામણીની મંજૂરી: ગુરુવારે જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. કોર્ટે કહ્યું હતુુ કે, લગ્ન સ્થાયી થયા હોવાથી, સંભવ છે કે બંને પક્ષકારોએ સંમતિ આપી હશે, તેમ છતાં કોર્ટે કહ્યું હતુ કે, સગાઈ થાય ત્યારે જ હુમલો અથવા જાતીય સતામણીની મંજૂરી આપી શકાય નહીં.

બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા: ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે 2020માં આરોપીને મળી હતી. એક વર્ષ સુધી પ્રેમસંબંધમાં રહ્યા બાદ પરિવારની સંમતિ બાદ 11 ઓક્ટોબરે સગાઈ થઈ હતી. સગાઈના ચાર દિવસ બાદ યુવકે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતુ કે, તે જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે, તેથી તે કંઈ ખોટું નથી કરી રહ્યો.

મહિલા ગર્ભવતી પણ બની: આ પછી યુવકે યુવતી સાથે અનેકવાર સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન મહિલા ગર્ભવતી પણ બની હતી. યુવકે તેને ગર્ભપાત માટે ગોળીઓ પણ ખવડાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, જ્યારે તે 9 જુલાઈ 2022ના રોજ યુવકના ઘરે ગઈ ત્યારે તેના પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી, 16 જુલાઈએ, પીડિતાએ દક્ષિણ દિલ્હી જિલ્લામાં ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે યુવકની જામીન અરજી ફગાવી: આ કેસમાં સપ્ટેમ્બર માસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. બચાવ પક્ષે હાજર રહેલા વકીલે કહ્યું હતુ કે, મહિલાએ કોઈ પુરાવા રજૂ કર્યા નથી. જેના પર ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું હતું કે, એક યુવતી કે જેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. તે કોઈ પુરાવા કેવી રીતે રાખી શકે?

જામીન અરજી નામંજૂર કરી: ફરિયાદ પક્ષે કહ્યું હતુ કે, પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે, પરંતુ કોર્ટમાંથી હજુ સુધી આરોપો નક્કિ કર્યા નથી. આથી આરોપીને જામીન ન આપવા જોઈએ. કોર્ટે ફરિયાદી પક્ષની દલીલ સાથે સહમત થતા યુવકની જામીન અરજી નામંજૂર કરી હતી. યુવકની પોલીસે 22 જુલાઈએ ધરપકડ કરી હતી. જે બાદ સેશન્સ કોર્ટે તેમની બે અલગ-અલગ જામીન અરજી ફગાવી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.