- દેશમાં વધતી પેટ્રોલ-ડીઝલની કિંમતે સામાન્ય જનતાની કમર તોડી
- તેલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાથી જનતા સરકારથી નારાજ
- એક ડઝન રાજ્યોમાં પેટ્રોલ પ્રતિલિટર 100ની કિંમતે પહોંચ્યું
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સામાન્ય જનતાનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે તેલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાથી જનતા સરકારથી નારાજ પણ છે. ગુરુવારે તેલ કંપનીઓએ પેટ્રોલિયમ પદાર્થોની કિંમત જાહેર કરી છે.
આ પણ વાંચોઃ RBIએ SBIને ફટકાર્યો 1 કરોડ રુપિયાનો દંડ, છેતરપિંડીનો રિપોર્ટ ન આપવો ભારે પડ્યો
આજે પેટ્રોલ-ડીઝલની કિંમત 35 પૈસા સુધી વધી
તેલ કંપનીઓના મતે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 34થી 35 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં બુધવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત 0.35 રૂપિયા (106.54 રૂપિયા પ્રતિલિટર) અને 0.35 રૂપિયા (95.27 રૂપિયા પ્રતિલિટર) વધી છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.44 રૂપિયા પ્રતિલિટર (0.34 રૂપિયા ઉપર) અને ડીઝલની કિંમત આજે 103.26 રૂપિયા પ્રતિલિટર (0.37 રૂપિયા ઉપર) છે. તો કોલકાતામાં પેટ્રોલની કિંમત 107.12 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત 98.38 રૂપિયા પ્રતિલિટર છે. આ ઉપરાંત ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 103.61 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત 99.59 રૂપિયા પ્રતિલિટરછે.
આ પણ વાંચોઃ LPG Price Hike : સામાન્ય માણસને આંચકો, LPG સિલિન્ડરની કિંમત વધી, જાણો કેટલી થઇ કિંમત?
સ્થાનિક ટેક્સના કારણે દરેક રાજ્યમાં કિંમત જુદીજુદી હોય છે
દેશમાં મોટા ભાગના હિસ્સામાં પેટ્રોલની કિંમત પહેલાથી જ 100 રૂપિયા પ્રતિલિટરની ઉપર છે. જ્યારે ડીઝલની કિંમત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર સહિત એક ડઝન રાજ્યોમાં 100 રૂપિયા પ્રતિલિટરના સ્તરને પાર કરી ગઈ છે. આપને જણાવી દઈએ કે, સ્થાનિક ટેક્સ અને નૂરના આધારે વિવિધ રાજ્યોની વચ્ચે કિંમત અલગ અલગ હોય છે.
દરરોજ અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલની કિંમતો
આપને જણાવી દઈએ કે, વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિદિવસ અપડેટ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરેક દિવસે સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલની કિંમતની જાણકારી અપડેટ કરે છે.