- પેટ્રોલ- ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો ભાવ નવા રેકોર્ડ સ્તરે
- સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
- દેશભરમાં તેલની કિંમતોમાં મોંઘવારી આસમાને સ્પર્શી
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની (Petrol and Diesel)કિંમતો સતત વધી રહી છે. તેલ કંપનીઓએ 30 ઓક્ટોબરે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel)ભાવમાં વધારો કર્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel)ભાવમાં પ્રતિ લીટર 35-35 પૈસાનો વધારો કર્યો છે. દેશભરમાં તેલની કિંમતોમાં મોંઘવારી આસમાને સ્પર્શી રહી છે.
35 પૈસાનો વધારો થતાં ભાવ નવા રેકોર્ડ સ્તરે
પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના લેટેસ્ટ અપડેટ મુજબ દિલ્હીમાં પેટ્રોલ 108.99 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 97.72 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો થતાં ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 121 રૂપિયા
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 121 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. ડીઝલની કિંમત 112 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે. એક ડઝનથી વધુ રાજ્યોમાં ડીઝલ સદીને પાર કરી ગયું છે. શ્રીનગરથી ચેન્નાઈ સુધીના ઘણા શહેરોમાં ડીઝલની સદી 100નો આંકડો પાર કરી ગયું છે.
બાલાઘાટમાં પેટ્રોલનો ભાવ 120 રૂપિયાને પાર
છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પેટ્રોલના દરે નવો રેકોર્ડ બનાવ્યો છે. બાલાઘાટમાં 1 લીટર પેટ્રોલની કિંમત 120.06 રૂપિયા છે. જ્યારે ડીઝલ 109.32 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલ બંને વાહનોના ઈંધણના ભાવ વધારાથી જનતા પરેશાન છે.
આ પણ વાંચોઃ ફેસબુકનાં નામ બદલવાનાં નિર્ણય પાછળ શું હોઇ શકે છે કારણ, જાણો...
આ પણ વાંચોઃ પાકિસ્તાનને રાજનાથ સિંહનો આકરો સંદેશ, જરૂર પડી તો સરહદ પાર જઇને આતંકવાદીઓ પર થશે કાર્યવાહી