ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટમાં SEBI સામે અરજી, SEBI સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા વિનંતી - સુપ્રીમ કોર્ટમાં SEBI સામે એક અરજી દાખલ

સુપ્રીમ કોર્ટમાં SEBI સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં SEBI સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરવામાં આવી છે. સુપ્રીમ અદાલત દ્વારા SEBI ને અદાણીની આગેવાની હેઠળના જૂથ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે 14 ઓગસ્ટ, 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.Adani Hindenburg row, Supreme Court, Plea in SC seeks contempt action against SEBI.

સુપ્રીમ કોર્ટમાં SEBI સામે અરજી
સુપ્રીમ કોર્ટમાં SEBI સામે અરજી
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 10:31 PM IST

નવી દિલ્હી : સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ પિટિશનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, SEBI ને ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ દ્વારા શેરના ભાવની હેરાફેરીના આરોપોમાં તપાસ પૂર્ણ કરવા અને તેનો રિપોર્ટ સબમિટ કરવાની સમયમર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે.

અરજદાર વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, SEBI ને આપવામાં આવેલી સમયમર્યાદા છતાં તે કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. તેણે કોર્ટના નિર્દેશ મુજબ અંતિમ તારણ અને રિપોર્ટ સબમિટ કર્યો નથી. સુપ્રીમ કોર્ટે 17 મેના રોજ SEBI ને અદાણીની આગેવાની હેઠળના જૂથ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે 14 ઓગસ્ટ, 2023 સુધીનો સમય આપ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે 25 ઓગસ્ટ, 2023 ના રોજ SEBI એ પોતાની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કર્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તેણે કુલ 24 તપાસ કરી હતી જેમાંથી 22 તપાસના અંતિમ પરિણામો આવી ગયા છે અને બે વચગાળાના છે. અરજદાર વિશાલ તિવારીએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, કંપનીઓના આચરણ અને વ્યવહાર પર દેખરેખ રાખવા માટે એક મજબૂત મિકેનિઝમની પણ જરૂર છે. ભલે તેઓ નિયમનકારી સત્તા દ્વારા નિર્ધારિત જરૂરી નિયમોનું પાલન કરી રહ્યા હોય.

અરજીમાં અદાણી ગ્રૂપ અને અપારદર્શી મોરેશિયસ ફંડના માધ્યમથી તેના કથિત રોકાણ સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)ના તાજેતરના રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જાહેર હિતની અરજીનું પ્રાથમિક ધ્યાન ભવિષ્યમાં નિયમનકારી પ્રણાલીને મજબૂત કરવા માટે કયા પગલાં લેવામાં આવે જેથી રોકાણકારોને સુરક્ષિત કરી શકાય અને શેરબજારમાં તેમનું રોકાણ સુરક્ષિત રહે તેના પર હતું.

અરજદાર વિશાલ તિવારીએ કહ્યું કે SEBI એ તેની અરજીમાં તપાસ પૂર્ણ કરવા માટે જરૂરી સમય મર્યાદાના સૂચન સામે વાંધો ઉઠાવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે 14 ઓગસ્ટની સમયમર્યાદા નક્કી કરી હોવા છતાં SEBI તેનો રિપોર્ટ દાખલ કરવામાં નિષ્ફળ રહી. તેમાં કહેવામાં આવ્યું છે કે 17 મે, 2023 ના રોજ કોર્ટ દ્વારા તપાસ પૂર્ણ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટેના આદેશમાં નિર્ધારિત સમયમર્યાદાનું પાલન ન કરવા બદલ SEBI પાસેથી ખુલાસો માંગવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે 6 નવેમ્બરના રોજ કહ્યું હતું કે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી અદાણી ગ્રૂપ દ્વારા શેરના ભાવમાં ચેડાં કરવાના આરોપો સંબંધિત જાહેર હિતની અરજીની સુનાવણી માટે લિસ્ટિંગ કરવાના મામલા પર ધ્યાન આપશે.

સુપ્રીમ કોર્ટે 11 જુલાઈના રોજ SEBI ને અદાણી ગ્રૂપ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના આરોપોની ચાલી રહેલી તપાસની સ્થિતિ વિશે પૂછ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 14 ઓગસ્ટ સુધીમાં આપવામાં આવેલા સમયની અંદર તપાસ ઝડપથી પૂર્ણ કરવી પડશે. ત્યારબાદ માર્કેટ રેગ્યુલેટર SEBI એ તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે તે ટેક્સ પનાહગાહ પાસેથી સૂચના મળવાની રાહ જોઈ રહી છે.

SEBI એ કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ સામેના આરોપમાંથી બે સિવાય તમામ આરોપોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. હજુ પણ આ ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરતી વિદેશી કંપનીઓના અસલી માલિક અંગે પાંચ દેશો પાસેથી માહિતી આવવાની રાહ જોઈ રહી છે. અદાણી ગ્રૂપ સાથે સંબંધિત 24 કેસ જે તેની તપાસ કરી રહ્યા છે, તેમાંથી 22 કેસમાં અંતિમ તારણ આવી ગયા છે.

  1. મુંબઈમાં ધોરણ 11માં ભણતાં કિશોરે આત્મહત્યા કરી, મોબાઈલ ગેમ રમવા માટે પિતાએ ઠપકો આપેલો
  2. બોમ્બે હાઈ કોર્ટે પિતાના મૃત્યુ બાદ બે જોડિયા બાળકોના લીગલ ગાર્ડિયન તરીકે માતાને માન્યતા આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.