તિરુપતિ: આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં (Tirumala Venkateswara Temple)સોમવારે નાસભાગ જેવી પરિસ્થિતિમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સર્વદર્શનની ટિકિટ (Tirumala shrine in Tirupati )લેવા માટે તિરુમાલા વેંકટેશ્વર મંદિરના ટિકિટ કાઉન્ટર(Venkateswara temple ticket counter) પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સ્થિતિ હવે સામાન્ય- તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) PRO રવિ કુમારે જણાવ્યું હતું કે તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં 3 ટોકન કાઉન્ટર પર ભારે ભીડ હતી. જો કે, ભીડને જોતા, શ્રદ્ધાળુઓને દર્શન માટે સીધા તિરુમાલા ડબ્બામાં જવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થિતિ હવે સામાન્ય છે.
ફ્રી સુવિધાને કારણે લાંબી લાઈન લાગે - વેંકટેશ્વર મંદિરમાં સર્વદર્શનમ ટિકિટ સુવિધા દ્વારા દરેક વ્યક્તિને મફતમાં દર્શન મળે છે. જોકે નંબર મેળવવામાં ઘણો સમય લાગે છે. ફ્રી સુવિધાને કારણે અહીં ઘણી વાર લાંબી લાઈન લાગે છે. અઠવાડિયાના અલગ-અલગ દિવસોમાં સર્વદર્શનના સમયમાં ફેરફાર થાય છે. અન્ય મંદિરોમાં દર્શનની પદ્ધતિ કરતાં આમાં નંબર મેળવવામાં વધુ સમય લાગે છે.