ETV Bharat / bharat

દરેક વ્યક્તિ જયશ્રી રામનો નારો લગાવે છે, પરંતુ વ્યક્તિએ તેમના જેવું વર્તન પણ કરવું જોઈએ: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) વડા મોહન ભાગવત (Mohan Bhagwat)એ કહ્યું કે, દરેક વ્યક્તિ જય શ્રી રામનો નારા લગાવે છે, પરંતુ વ્યક્તિએ તેમની જેમ કાર્ય પણ કરવું જોઈએ. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં (Sant Ishwar Foundation) આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે, છેલ્લા 75 વર્ષમાં આપણે એટલો વિકાસ નથી કર્યો, જેટલો થવો જોઈએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત

author img

By

Published : Nov 22, 2021, 10:49 AM IST

  • સંત ઈશ્વર ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત
  • આપણી પાસે તાકાત અને ક્ષમતા છે, પરંતુ આ માટે કામ પણ કરવું જોઈએ : ભાગવત
  • ભાગવતે કહ્યું - "લોકો ધર્મને પૂજાના દૃષ્ટિકોણથી જુએ છે, જ્યારે ધર્મ, માનવ ધર્મ છે "

નવી દિલ્હી: નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) વડા મોહન ભાગવતએ (Mohan Bhagwat) કહ્યું કે, છેલ્લા 75 વર્ષમાં આપણે એટલો વિકાસ નથી કર્યો, જેટલો થવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, આપણી પાસે તાકાત છે, પરંતુ આપણે તેના માટે કામ પણ કરવું જોઈએ. આપણે દેશને આગળ લઈ જવાના માર્ગ પર ચાલીશું, તો જ આગળ વધીશું. આપણે એ રસ્તે નહીં ચાલીએ તો આગળ વધી શકીશું નહીં.

આપણી પાસે તાકાત અને ક્ષમતા છે

રાષ્ટ્રીય સેવા ભારતીના સહયોગથી નવી દિલ્હીમાં સંત ઈશ્વર ફાઉન્ડેશન (Sant Ishwar Foundation) દ્વારા આયોજિત વિજ્ઞાન ભવનમાં સંત ઈશ્વર સન્માનમાં બોલતા સંઘના વડા મોહન ભાગવતે કીડીનું ઉદાહરણ આપતા કહ્યું કે, કીડીનું પણ સ્થળાંતર હોય છે, તેઓ પણ એક ગામથી બીજા ગામમાં જાય છે. તેમણે કહ્યું કે, આપણી પાસે તાકાત અને ક્ષમતા છે, પરંતુ આ માટે કામ પણ કરવું જોઈએ.

ભાઈને પણ પ્રેમાળ ભાઈ હોવો જોઈએ

કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે, વિશ્વમાં જેટલા પણ મહાપુરુષો થયા છે, તેના કરતા વધારે મહાપુરુષો ભારતમાં થયા છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ જય શ્રી રામનો નારા લગાવે છે, પરંતુ તેઓએ તેમની જેમ કામ પણ કરવું જોઈએ. ભરતની જેમ, ભાઈને પણ પ્રેમ કરવાવાળો પ્રેમાળ ભાઈ હોવો જોઈએ, પણ આપણે એવું કરતા નથી. પરિવારના મહત્વ વિશે બોલતા ભાગવતે કહ્યું કે, જો પરિવારનું આચરણ યોગ્ય રીતે રાખવામાં આવે તો દેશની પેઢી ભટકશે નહીં.

મજબૂરીનું કામ સેવા કાર્ય ન હોય શકે

ધર્મ વિશે બોલતા સંઘના વડાએ કહ્યું કે, લોકો ધર્મને પૂજાના દૃષ્ટિકોણથી જુએ છે, જ્યારે ધર્મ, માનવ ધર્મ છે અને સમાન હિંદુ ધર્મની ઉત્પત્તિ હિન્દુસ્તાનમાંથી થઈ છે. સેવા માટે ટિકિટ અને હોદ્દા મેળવવા માટે ભલામણ સાથે આવનાર વ્યક્તિનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, મજબૂરીમાં કરવામાં આવેલું કામ સેવા કાર્ય હોઈ શકે નહીં.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.