- શું પેગાસસનો ઉપયોગ કાયદાકીય રીતે કરવામાં આવ્યો હતો? સુપ્રીમ કોર્ટ
- કથિત પેગાસસ જાસૂસી કૌભાંડની સ્વતંત્ર તપાસની માગ
- સુપ્રિમ કોર્ટ દ્વારા 3 સભ્યોની એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી
નવી દિલ્હીઃ પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો (Pegasus Snooping SC Verdict) સંભળાવશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે 13 સપ્ટેમ્બરે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને કહ્યું હતું કે તે માત્ર એ જાણવા માંગે છે કે શું કેન્દ્રએ નાગરિકોની કથિત જાસૂસી માટે પેગાસસ સૉફ્ટવેરનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે કે નહીં?
તપાસ કરવા માટે તકનીકી નિષ્ણાત સમિતિની રચના
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ત્રણ સદસ્યોની સમિતિમાં વિશેષજ્ઞોની પસંદગી કરવામાં આવી છે. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ આર. વી. રવિન્દ્રન કરશે. અન્ય સદસ્યોમાં આલોક જોશી અને સંદીપ ઓબરોયનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સમિતિને તમામ આરોપોની ઉંડાણપૂર્વક તટસ્થ તપાસ કરવા અને કોર્ટ સમક્ષ રિપોર્ટ જમા કરવાનું કહ્યું છે.
શું પેગાસસનો ઉપયોગ કાયદાકીય રીતે કરવામાં આવ્યો હતો?
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે આગામી થોડા દિવસોમાં આ અંગે પોતાનો આદેશ આપશે. કોર્ટે કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે જો સરકાર ફરીથી વિગતવાર સોગંદનામું આપવા માંગતી હોય તો આ બાબતનો ઉલ્લેખ કરે. ખંડપીઠે કહ્યું હતું કે તે માત્ર કેન્દ્ર પાસેથી જાણવા માંગે છે, જેણે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને વિગતવાર સોગંદનામું રજૂ કરવાની અનિચ્છા વ્યક્ત કરી છે, શું પેગાસસનો ઉપયોગ કથિત રીતે વ્યક્તિઓની જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો હતો, શું તે કાયદાકીય રીતે કરવામાં આવ્યો હતો?
કેન્દ્રએ કહ્યું કે તે જાહેર ચર્ચાનો વિષય નથી
પેગાસસ વિવાદમાં ગોપનીયતાના ઉલ્લંઘન અંગે પત્રકારો અને કેટલાક અન્ય લોકો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તેને રાષ્ટ્રીય સુરક્ષા પર વિગતવાર માહિતીમાં રસ નથી. બીજી તરફ કેન્દ્ર સોફ્ટવેરનો ઉપયોગ થયો કે નહીં તે અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવામાં આનાકાની કરતું હતું. કેન્દ્રએ કહ્યું કે તે જાહેર ચર્ચાનો વિષય નથી કે તે "રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં" નથી.
કથિત પેગાસસ જાસૂસી કૌભાંડની સ્વતંત્ર તપાસની માગ
નોંધપાત્ર રીતે, ટોચની અદાલત આ સંદર્ભે દાખલ કરાયેલી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરી રહી છે, જેમાં વરિષ્ઠ પત્રકારો એન રામ અને શશિ કુમાર તેમજ એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો સમાવેશ થાય છે. આ અરજીઓમાં કથિત પેગાસસ જાસૂસી કૌભાંડની સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે 19 જુલાઈના રોજ કોંગ્રેસે દાવો કર્યો હતો કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, અન્ય કેટલાક વિપક્ષી નેતાઓ, મીડિયા જૂથો અને વિવિધ ક્ષેત્રના અગ્રણી લોકોની ઈઝરાયલી સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરીને જાસૂસી કરવામાં આવી છે. તેથી આ મામલે ગૃહમંત્રી અમિત શાહે રાજીનામું આપવું જોઈએ અને જો તેઓ રાજીનામું ન આપે તો તેમને બરતરફ કરી દેવા જોઈએ.
આ આરોપો ભારતીય લોકશાહી માટે ખતરો છે
આરોપોનો જવાબ આપતા, માહિતી પ્રૌદ્યોગિકી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે પેગાસસ સોફ્ટવેર દ્વારા ભારતીયોની જાસૂસીના અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢતા કહ્યું કે સંસદના ચોમાસુ સત્ર પહેલા કરવામાં આવેલા આ આરોપો ભારતીય લોકશાહી માટે ખતરો છે. છબીને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુઓ મોટો કોગ્નિઝન્સના આધારે લોકસભામાં આપેલા પોતાના નિવેદનમાં વૈષ્ણવે કહ્યું કે જ્યારે દેશમાં પહેલેથી જ નિયંત્રણ અને દેખરેખની વ્યવસ્થા છે, ત્યારે અનધિકૃત વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર દેખરેખ શક્ય નથી.
પેગાસસ સ્પાયવેર શું છે?
પેગાસસ એક શક્તિશાળી સ્પાયવેર (Pegasus Spyware) સોફ્ટવેર છે, જે મોબાઈલ અને કોમ્પ્યુટરમાંથી ગોપનીય અને અંગત માહિતીની ચોરી કરે છે અને તેને હેકર્સ સુધી પહોંચાડે છે. આને સ્પાયવેર કહેવામાં આવે છે, એટલે કે આ સોફ્ટવેર તમારા ફોન દ્વારા તમારી જાસૂસી કરે છે. ઇઝરાયેલની કંપની NSO ગ્રૂપનો દાવો છે કે તે વિશ્વભરની સરકારોને જ પ્રદાન કરે છે. આની મદદથી આઇઓએસ અથવા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ફોનને હેક કરી શકાય છે. પછી તે ફોન ડેટા, ઈ-મેલ, કેમેરા, કોલ રેકોર્ડ અને ફોટા સહિતની દરેક પ્રવૃત્તિને ટ્રેસ કરે છે.
આ પણ વાંચો: પેગાસસ મુદ્દે રાહુલ ગાંધીનો આક્ષેપ : નરેન્દ્ર મોદીએ દરેક યુવાનના ફોનમાં પેગાસસનો આઇડિયા નાંખ્યો
આ પણ વાંચો: પેગાસસ વિવાદ પર વિપક્ષ થયા એકજૂથ, 'મોક પાર્લામેન્ટ' ચલાવવાની તૈયારી
આ પણ વાંચો: પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કૉર્ટે 13 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટાળી