- રાજકારણીઓ અને પત્રકારોની કથિત જાસૂસીના અહેવાલો સંબંધિત અરજીઓ પર સુનવણી
- માહિતી અને ખુલાસાઓ માંગીને રાજ્યની સફળતા અને નિષ્ફળતાનું સતત વિશ્લેષણ કર્યું
- સર્વોચ્ચ અદાલત કેન્દ્ર સરકારને તપાસ સંબંધિત તમામ સામગ્રી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરેલી યાદી અનુસાર, ચીફ જસ્ટિસ્ટ એન.વી. રમના અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠ ઈઝરાયેલી ફર્મ NSOના સ્પાયવેયર પેગાસસની મદદથી સરકારી એજન્સીઓ દ્વારા જાણીતા લોકો, રાજકારણીઓ અને પત્રકારોની કથિત જાસૂસીના અહેવાલો સંબંધિત અરજીઓ પર સુનવણી કરશે.
300 ભારતીય મોબાઇલ ફોન નંબરો પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસીની સંભાવના
એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠને એક અહેવાલમાં દાવો કર્યો હતો કે, 300 ચકાસાયેલા ભારતીય મોબાઇલ ફોન નંબરો પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસીના સંભવિત નિસાનાની સૂચીમાં સમાવેશ થાય છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ તેની અરજીમાં વિનંતી કરી છે કે, પત્રકારો અને અન્ય લોકોની દેખરેખની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો : ETV BHARAT EXCLUSIVE: જાણો શું કહ્યું લાલુ પ્રસાદ યાદવે પેગાસસ મુદ્દે
સફળતા અને નિષ્ફળતાનું વિશ્લેષણ કરીને સરકારના અંગોને જવાબદાર બનાવે
ગિલ્ડે પોતાની અરજીમાં જેમાં વરિષ્ઠ પત્રકાર મૃણાલ પાંડે પણ અરજદાર છે. તેમાં જણાવ્યું હતું કે, તેના સભ્યો અને તમામ પત્રકારોનું કામ છે કે, તેઓ માહિતી અને ખુલાસાઓ માંગીને રાજ્યની સફળતા અને નિષ્ફળતાનું સતત વિશ્લેષણ કરીને સરકારના તમામ અંગોને જવાબદાર બનાવે.
વરિષ્ઠ પત્રકાર પ્રાંજય ગુહા ઠકુરાતા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ પત્રકાર પ્રાંજય ગુહા ઠકુરાતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. તેનું નામ એવા લોકોની કથિત યાદીમાં સામાવેશ થાય છે કે, જેમની પેગાસસની મદદથી જાસૂસી થઈ શકે છે. પત્રકારે પોતાની અરજીમાં વિનંતી કરી છે કે, સર્વોચ્ચ અદાલત કેન્દ્ર સરકારને તપાસ સંબંધિત તમામ સામગ્રી જાહેર કરવાનો નિર્દેશ આપે.
આ પણ વાંચો : પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી
પેગાસસના અસ્તિત્વથી ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વિપરીત અસર
ઠાકુરતાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, પેગાસસના અસ્તિત્વથી ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વિપરીત અસર પડશે. સ્પાયવેર અથવા માલવેરના ઉપયોગને ગેરકાયદેસર અને ગેરબંધારણીય જાહેર કરવા કોર્ટને વિનંતી કરી છે.
આ પણ વાંચો -
- Pegasus જાસૂસીકાંડની SCના જજ દ્વારા તપાસ કરવાની માગણી છે: શક્તિસિંહ ગોહિલ
- Israeli software Pegasusમાં થઇ રહેલી જાસુસીમાં ગુજરાતના પ્રવિણ તોગડિયાનું નામ સામે આવ્યું
- Pegasus case: રાજ્યસભામાં આજે IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ આપશે નિવેદન
- Pegasus case: પેગાસસ પર શાહે આપ્યો વળતો જવાબ, સંસદમાં અવરોધ ઉભુ કરવાનાં દાવપેચ...ઘટનાક્રમ સમજો
- પેગાસસ જાસૂસી મામલે પ્રવીણ તોગડિયાની પ્રતિક્રિયાઃ જાસૂસી મામલે મને કોઈ ફેર પડતો નથી