- પેગાસસ મામલે NDAમાં ફૂટ
- બિહારના મુખ્યપ્રધાને કરી તપાસની માગ
- કહ્યું ઘણા દિવસથી ચાલી રહ્યો છે વિવાદ
ન્યૂઝ ડેસ્ક: છેલ્લા કેટલાય દિવસોથી પેગાસીસ જાસૂસી મામલે સંસદમાં અને બહાર હોબાળો થઇ રહ્યો છે. વિપક્ષ આ મુદ્દે તપાસ કરવાની માંગ પણ અડગ છે ત્યાં કેન્દ્ર સરકાર તેમની માંગણી સ્વિકારી રહી નથી. જો કે હવે એનડીએના સહયોગી પક્ષના મોટા ગજાના નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આ મામલાની તપાસ કરવાની માંગણ કરી છે.
સંસદમાં થવી જોઇએ ચર્ચા
બિહારના મુખ્યપ્રધાને આ અંગે જણાવ્યું છે કે આ મામલે તપાસ થવી જોઇએ. અમે આટલા દિવસોથી ટેલિફોન ટેપિંગ અંગે સાંભળી રહ્યાં છીએ. ત્યારે સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા થવી જોઇએ. લોકો (વિપક્ષ) આટલા દિવસથી ચર્ચા માટે કહી રહ્યું છે. તો એ થવું જોઇએ.
સંસદમાં થઇ રહ્યો છે વિરોધ
નીતિશ કુમારના આ નિવેદન બાદ ભાજપ માટે આ રાજકિય તોફાનને રોકવું મુશ્કેલ થઇ જશે કેમકે હવે તે તેમના સહયોગી જ સવાલ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાય દિવસથી પેગાસિસ અને અન્ય કેટલાક મામલે લોકસભા-રાજ્યસભામાં વિરોધ ચાલી રહ્યો છે. 19 જુલાઇએ ચોમાસા સત્રનો પ્રારંભ થયો હતો ત્યારથી બન્ને સદનની કાર્યવાહી સતત ખોરંભે ચડી રહી છે.