ETV Bharat / bharat

અમૃતસરમાં આવેલી ગુરૂ નાનકદેવ હોસ્પિટલમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

દિલ્હીના મુંડકા વિસ્તારમાં આગ (Fire in Delhi Mundka Area) લાગ્યા બાદ 24 કલાકમાં આગનો બીજો મોટો બનાવ સામે આવ્યો છે. અમૃતસરમાં આવેલી ગુરૂ નાનકદેવ હોસ્પિટલમાં (Fire In Guru Nanak Dev Hospital) આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ ન થતા તંત્ર તેમજ હોસ્પિટલ સ્ટાફે રાહતના શ્વાસ લીધા છે. આગ મોટું રૂપ લે એ પહેલા તમામ દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવાયા હતા.

author img

By

Published : May 14, 2022, 6:07 PM IST

અમૃતસરમાં આવેલી ગુરૂ નાનકદેવ હોસ્પિટલમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
અમૃતસરમાં આવેલી ગુરૂ નાનકદેવ હોસ્પિટલમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

અમૃતસર: પંજાબના અમૃતસરમાં આવેલી ગુરૂ નાનકદેવ હોસ્પિટલમાં (Fire In Guru Nanak Dev Hospital) શનિવારે એક ભીષણ આગ લાગી હતી. આગને પગલે બેથી ત્રણ ધડાકા પણ થયા હતા. ટ્રાંસફોર્મરમાં શોક સર્કિટ (Shock Circuit in Transformer) થવાને કારણે આ આગ લાગી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ઈમારતના પાર્કિંગ પાસે આ ટ્રાંસફોર્મર હતું. જેમાં પહેલા એક મોટો સ્પાર્ક થયો હતો. આગ લાગવાને કારણે ટ્રાંસફોર્મરમાં બ્લાસ્ટ (Blast in Transfomer) થયો હતો. એકપછી એક બ્લાસ્ટ થતા ઈમારત આગની (Fire in Hospital) જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. ઈમારતમાં રહેલા દર્દીઓને યુદ્ધના ધોરણે ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની વિગત મળી નથી.

આ પણ વાંચો: આસામમાં દુર્ગા મંદિર પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ, એક નાગરિક ઈજાગ્રસ્ત

ભગવતસિંહ માને કર્યુ ટ્વિટ: અમૃતસરની ગુરૂ નાનકદેવ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને ધ્યાને લઈને પંજાબના મુખ્યપ્રધાન ભગવંતસિંહ માને ટ્વિટ કરતા કહ્યું હતું કે, ગુરૂ નાનકદેવ હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણકારી મળી, ફાયર ફાઈટર્સની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે, પરમાત્માની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી. હું સતત રાહત કાર્યો પર નજર રાખી રહ્યો છું.

  • श्री अमृतसर साहिब में गुरु नानक अस्पताल में आग लगने की मंदभागी घटना की खबर मिली। फायर फाइटर्स मुस्तैदी से हालातों पर काबू पा रहे हैं। परमात्मा की मेहर से किसी जान का नुकसान नहीं हुआ

    मंत्री हरभजन सिंह घटना स्थल पर पहुंच गए हैं...मैं लगातार राहत कामों को मॉनिटर कर रहा हूं

    — Bhagwant Mann (@BhagwantMann) May 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આગને કાબુમાં લેવા પાણીનો મારો: હોસ્પિટલમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. હોસ્પિટલના જુદા જુદા વૉર્ડમાં દર્દીઓ સારવાર હેઠળ હતા. આગ લાગવાની સાથે જ દર્દીઓને ત્યાંથી દૂર રસ્તા પર સ્ટ્રેચર પર શિફ્ટ કરીને ત્યાં સારવાર આપવામાં આવી હતી. આગના ધુમાડાંને કારણે દર્દીઓને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આગ લાગતા થોડા સમય માટે સમગ્ર પરિસરમાં નાસભાગ મચી થઈ ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે, દર્દીઓ તથા સ્ટાફને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો.

શું કહ્યું ફાયર વિભાગના અધિકારીએ: પહેલા પાર્કિંગ પાસે રહેલા ટ્રાંસફોર્મરમાં આગ લાગી હતી. દર્દીઓ પોતાના સ્વજનો સાથે હોસ્પિટલની બહાર દોડી ગયા હતા. ફાયર વિભાગના અધિકારી લવપ્રીતસિંહે કહ્યું કે, ફાયર વિભાગની આઠ ગાડીઓ આગ ઠારવા માટે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવાયો છે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગી હોવાનો કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ પણ વાંચો:દિલ્હીના મુંડકા વિસ્તારમાં ગોડાઉનમાં ભીષણ આગ, 27 લોકોના મોત

પ્રધાન પણ દોડ્યા: આગની ઘટનાની જાણ થતા કેબિનેટ પ્રધાન હરભજનસિંહ, ધારાસભ્ય કુંવરવિજય પ્રતાપસિંહ અને ડૉ. અજય ગુપ્તા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઓપીડી ઈમારતના પાછળના ભાગમાં ગ્રાઉન્ડ ફ્લોર પાસે આવેલા ટ્રાંસફોર્મરમાં આગ લાગી હતી. બપોરના સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ગણતરીની ક્ષણમાં જ આગે વિકારળ રૂપ ધારણ કરી લીધું હતું. જ્યારે આગ લાગી ત્યારે ત્યાં રહેલા વિદ્યાર્થીઓએ ટ્રાંસફોર્મર પાસે રહેલા વાહનોને દૂર કરી દીધા હતા. તેથી વાહનોમાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. પ્રત્યક્ષ દર્શીઓએ કહ્યું કે, જો વાહનોને ત્યાંથી દૂર કર્યા ન હોત તો વધારે બ્લાસ્ટ થવાની પૂરી શક્યતાઓ હતી. આ ઉપરાંત આગ પણ વિકરાળ થઈ જાત.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.