ETV Bharat / bharat

ચક્રવર્તી અને ચેટર્જી વચ્ચે આટલી બધી સામ્યતા છતાં પાર્થનું આર્થિક પતન - undefined

હવે ધરપકડ કરાયેલ પશ્ચિમ બંગાળના ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટર્જીનો (Partha Chatterjee ED Case) પશુ પ્રેમ જોઈને ભલભલા વ્યક્તિ આશ્ચર્યમાં છે. જે રીતે મિથુન દાએ તેમના પાલતુ પ્રાણીઓને મુંબઈની હદમાં આવેલા તેમના ભવ્ય મડ આઈલેન્ડ (Madh Island Mumbai) બંગલામાં રાખ્યા છે, ચેટરજીએ દક્ષિણ કોલકાતાના તેમના નક્તલામાં એક ખાસ ફ્લેટમાં ઘણા બધા શ્વાનને રાખ્યા છે. ખાસ વાત એ છે કે, આ શ્વાન પણ એસી રૂમમાં રહે છે.

ચક્રવર્તી અને ચેટર્જી વચ્ચે આટલી બધી સામ્યતા છતાં પાર્થનું આર્થિક પતન

author img

By

Published : Jul 23, 2022, 7:37 PM IST

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ઉદ્યોગપ્રધાન પાર્થ ચેટર્જીની (Partha Chatterjee ED Case) ઈડીએ ધરપકડ કરી લીધી છે. જેની સામે હવે કાયદેસરના પગલાં લેવાના (Legal action Against Partha Chatterjee) શરૂ થઈ ગયા છે. જોકે, આ માહોલ વચ્ચે એમનો પશુપ્રેમ (Dog Lover Chatterjee) પણ સામે આવ્યો છે. જેમાં એના ચાર પાળીતા શ્વાન પણ રાજાશાહી જીવતા હોય એવું ચિત્ર સામે આવ્યું છે. ચેટરજી પાસે ચાર શ્વાન હતા, જેને NSC બોસ રોડ પર સિદ્ધિ એન્ક્લેવના પહેલા માળના ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં જ એકનું મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણ હજુ પણ તેમના ખૂબ નજીક હતા. કારણ કે 27 કલાકની આકરી (27 Hr Interrogation of Partha Chatterjee ) પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ દ્વારા તેમના માસ્ટરને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ કેન્દ્રિય ગૃહપ્રધાનની E-FIR સેવાને લઈને ટકોર સિસિટીવી કંટ્રોલ હજુ ઓછા

શ્વાન માટે પણ ફ્લેટઃ થોડા મહિનાઓ પહેલા કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાયે રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાનની સંપત્તિ માટે પૂછ્યું હતું. એકાઉન્ટ્સ આ સંદર્ભમાં, ન્યાયાધીશે એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે ચેટરજી પાસે તેના કૂતરા માટે ફ્લેટ છે. તેમણે ચેટરજીની મિલકતની વિગતોની સંપૂર્ણ તપાસની પણ માંગ કરી હતી. તો જાણવા મળ્યું છે કે સામાન્ય રીતે એક જ ફ્લેટમાં રહેતા ઓછામાં ઓછા ત્રણ એટેન્ડન્ટ્સ દ્વારા શ્વાનની સંભાળ રાખવામાં આવે છે. ફ્લેટમાં અવિરત એર કન્ડીશનીંગ છે જે ચોવીસ કલાક ચાલે છે. ઉલ્લેખનીય છે કે ડિસ્કો ડાન્સર મિથુનદા પાસે પણ તેના બંગલામાં 30 જેટલા કૂતરાઓ માટે એર કન્ડિશન્ડ વ્યવસ્થા છે.

બન્ને સામે EDના કેસઃ ચક્રવર્તી અને ચેટર્જી વચ્ચે અન્ય સમાનતા એ છે કે ED એ કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં બન્નેની પૂછપરછ કરી છે. જોકે સુપરસ્ટાર મિથનદા સારદા કૌભાંડમાં એજન્સીએ મોકલે સમન્સ બાદ કેટલાય દિવસો પછી સહીસલામત બહાર આવ્યા હતા. ચેટર્જી, બહાર આવવામાં નિષ્ફળ ગયા છે. એ યાદ કરી શકાય કે મિથુન દાને 2014 માં તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. સંસદીય કાર્યવાહીના માત્ર ત્રણ દિવસની હાજરી પછી, તેણે પદ છોડી દીધું. પછી લાંબા વિશ્રામ બાદ, તેમણે પશ્ચિમ બંગાળમાં ગયા વર્ષની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈને પક્ષ બદલી નાખ્યો.

આ પણ વાંચોઃ ભાજપના બે ટર્મના ધારાસભ્યએ પકડ્યો AAPનો સાથ, કહ્યું- "ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી"

આ તફાવત પણ ખરોઃ જો કે, બંને વચ્ચે તદ્દન તફાવત છે. મિથુને શારદા જૂથ પાસેથી તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મેળવેલા ₹2 કરોડમાંથી ટેક્સ કપાત બાદ તરત જ EDને ₹1.19 કરોડ પરત કર્યા હતા. જ્યારે ચેટર્જીએ સતત 27 કલાક સુધી ગુપ્તચરો દ્વારા તેમના પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને સમજી શકાય તેને રીતે નકારી કાઢ્યા છે. આખરે રાતના અંધારામાં એની ધરપકડ કરવામાં આવી હતી. મિથુનદા આજે પણ દેશમાં હજારોની સંખ્યામાં પોતાના ચાહકો ધરાવે છે. એની છબી લોકોમાં ખૂબ ઉજળી છે. સ્પષ્ટ અને ચોખ્ખી છે. જ્યારે ચેટર્જીનું આર્થિક રીતે ધોવાણ થઈ ગયું છે. હવે એના ભવિષ્યમાં અંધકાર છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.