ETV Bharat / bharat

Parshuram Jayanti 2022: આજે પરશુરામ જયંતિ, જાણો શુભ મુહૂર્ત, પૂજા અને મહત્વ - Parshuram Jayanti Puja Method

Parshuram Jayanti 2022: પરશુરામ જયંતિ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અન્યાયનો નાશ કરવા માટે પરશુરામ તરીકે જન્મ લીધો હતો. તો ચાલો જાણીએ પરશુરામ જયંતિનું શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ...

Parshuram Jayanti 2022
Parshuram Jayanti 2022
author img

By

Published : May 3, 2022, 1:01 AM IST

હૈદરાબાદ : હિંદુ કેલેન્ડર મુજબ, વૈશાખ શુક્લ પક્ષની ત્રીજના દિવસે ભગવાન પરશુરામની જન્મજયંતિ (Parshuram Jayanti 2022) અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2022) સાથે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન પરશુરામનો જન્મ પ્રદોષ કાળમાં વૈશાખ માસની તૃતીયા તિથિએ થયો હતો. ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનું છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, રાજાઓ દ્વારા કરવામાં આવતા પાપો અને અધર્મનો નાશ કરવા માટે પરશુરામનો જન્મ પૃથ્વી પર થયો હતો. કહેવાય છે કે, ભગવાન પરશુરામ ચિરંજીવી છે જે આજે પણ જીવિત છે.

આ પણ વાંચો : Akshaya Tritiya 2022 : જાણો અક્ષય તૃતીયાનું મહત્વ અને શા માટે ઉજવવામાં આવે છે ?

પરશુરામ જયંતિનું શુભ મુહૂર્ત

તૃતીયા તિથિનો પ્રારંભ - 3 મે, મંગળવાર સવારે 5:20 થી શરૂ થશે

તૃતીયા તિથિ સમાપ્ત - 4 મે 2022, બુધવારે સવારે 7.30 વાગ્યા સુધી

પરશુરામ જયંતિ પૂજા પદ્ધતિ : તૃતીયા તિથિના દિવસે, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું અને બધા કામમાંથી ફ્રિ થઈને સ્નાન કરવું. આ બાદ, સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી, મંદિર અથવા ઘરની સ્વચ્છ જગ્યા પર ચોકી પર કપડું બિછાવીને ભગવાન પરશુરામની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો. આ બાદ જળ, ચંદન, અક્ષત, ગુલાલ, ફૂલ વગેરે અર્પણ કરો. આ પછી ભગવાનને તુલસીના પાન પણ ચઢાવો. ભોગમાં મીઠાઈ, ફળ વગેરે સળગાવી દો. યોગ્ય રીતે પૂજા કર્યા બાદ, ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવીને આરતી કરો. જે લોકો આ દિવસે ઉપવાસ કરે છે, તે લોકો આખો દિવસ અનાજ ખાધા વિના ઉપવાસ રાખે છે.

આ પણ વાંચો : શા માટે ઉજવવામાં આવે છે મૌની અમાસ, જાણો તિથિ અને મુહૂર્ત...

પરશુરામ જયંતિનું મહત્વ : એવું માનવામાં આવે છે કે, ભગવાન પરશુરામનો જન્મ પૃથ્વી પરથી અન્યાય દૂર કરવા માટે થયો હતો. ભગવાન પરશુરામના પિતાનું નામ જમદગ્નિ અને માતાનું નામ રેણુકા હતું. ભગવાન પરશુરામને ભગવાન શિવના એકમાત્ર શિષ્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન પરશુરામે મહાદેવને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું હતું. આ પછી જ તેને પરશુ (ફારસા) મળ્યો હતો.

એવું માનવામાં આવે છે કે, પરશુરામ જયંતિના દિવસે વ્રત રાખવાથી, યોગ્ય રીતે પૂજા કરવાથી મોક્ષ મળે છે. બીજી તરફ નિઃસંતાન લોકો આ વ્રત રાખે છે તો જલ્દી જ પુત્ર પ્રાપ્ત થાય છે. ભગવાન પરશુરામની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ વ્યક્તિ પર બની રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.