- શિયાળુ સત્રમાં કામ ન થવા પર રાજ્યસભાના અધ્યક્ષે ચિંતા વ્યક્ત કરી
- ગૃહની કાર્યવાહીમાં હોબાળાના કારણે સતત વિક્ષેપ થયો
- બંધારણના ઘડવૈયાઓએ સોંપેલી જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઇએ: નાયડૂ
નવી દિલ્હી: રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ (rajya sabha speaker venkaiah naidu)એ ગુરુવારે સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session 2021)ની શરૂઆતથી ઉપલા ગૃહમાં નોંધપાત્ર કામ ન કરી શકવા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, બંધારણના ઘડવૈયાઓએ જનપ્રતિનિધિઓને મહત્વની જવાબદારી સોંપી છે જેને નિભાવવી જોઇએ.
હોબાળાના કારણે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ
સંસદના ચોમાસુ સત્ર (monsoon session of parliament 2021) દરમિયાન 'અશોભનીય વર્તન' કરવા માટે વર્તમાન શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે 12 સાંસદોને સસ્પેન્ડ (mps suspended from rajya sabha) કર્યા બાદ, તેમના સસ્પેન્શન પાછા લેવાની માંગને લઇને વિપક્ષી દળોના હોબાળાના કારણે ગૃહની કાર્યવાહીમાં સતત વિક્ષેપ થતો રહ્યો છે.
ગૃહમાં અત્યાર સુધી કંઈ જ કામ ન થઈ શક્યું
શિયાળુ સત્રના પહેલા દિવસે સોમવારે આ 12 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સોમવારે જ ત્રણેય કૃષિ કાયદાઓ (three farm laws india)ને રદ કરવા માટે ગૃહમાં લાવવામાં આવેલા 'Farm laws repeal bill 2021'ને ધ્વનિમત દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. આ સિવાય ગૃહમાં અન્ય કામકાજ થયા નથી. હંગામાને કારણે આજે પણ ઉપલા ગૃહમાં શૂન્યકાળ થઈ શક્યું નહોતું.
બંધારણના ઘડવૈયાઓએ સોંપેલી જવાબદારી નિભાવવી જોઇએ
ઉપલા ગૃહની કાર્યવાહીના સતત વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરતા અધ્યક્ષે કહ્યું કે, "આજે શિયાળુ સત્રમાં ગૃહની ચોથી બેઠક છે, પરંતુ હજુ સુધી કોઈ કામકાજ થઈ શક્યું નથી. બંધારણના ઘડવૈયાઓએ લોકપ્રતિનિધિઓને મોટી જવાબદારી સોંપી છે, જેને યોગ્ય રીતે નિભાવવી જોઇએ." તેમણે કહ્યું કે, 12 સભ્યોના સસ્પેન્શનની કાર્યવાહીનું કારણ પણ જણાવવામાં આવ્યું હતું.
ભૂતકાળમાં પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે
તેમણે કહ્યું કે, "સોમવારે સંસદીય બાબતોના પ્રધાને (minister of parliamentary affairs of india) કારણ આપીને ગૃહમાં સસ્પેન્શનનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ બધું જાહેરમાં ઉપલબ્ધ છે. આ ગૃહના કેટલાક માનનીય નેતાઓ અને સભ્યોએ સસ્પેન્શનને અલોકતાંત્રિક ગણાવ્યું છે. કેટલાકે કહ્યું કે, આવું પહેલીવાર થયું છે." અધ્યક્ષે કહ્યું કે, "આવું પહેલીવાર નથી બન્યું. ભૂતકાળમાં પણ અભદ્ર વર્તનના કારણે નિયમ મુજબ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી અને સભ્યોએ દિલગીરી વ્યક્ત કરતાં તેમનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું હતું. પરંતુ… સભ્યોએ કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો નથી. માણસ જ ભૂલો કરે છે અને માણસ જ ભૂલો સુધારે છે. કોઈપણ સુધારાને નકારી શકે નહીં, કે ન તો ખોટા પર હઠીલું વલણ અપનાવી શકાય છે."
ગૃહને તેનું કામ કરવા દો - વેંકૈયા નાયડૂ
નાયડુએ કહ્યું કે, તેમણે અગાઉ પણ કહ્યું હતું કે જો સસ્પેન્ડ કરાયેલા સભ્યોને તેમની ભૂલનો અહેસાસ થાય, તો વિપક્ષના નેતા અને ગૃહના નેતા પરસ્પર ચર્ચા કરી શકે છે અને તેમના સસ્પેન્શનને પાછું ખેંચવાના વિપક્ષના પ્રસ્તાવ પર વિચાર કરી શકાય છે. તેમણે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોને મડાગાંઠનો અંત લાવવા વિનંતી કરી અને કહ્યું કે 'ગૃહને તેનું કામ કરવા દો'.
આ સભ્યોને કરવામાં આવ્યા છે સસ્પેન્ડ
જે સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI-M)ના ઈલામારામ કરીમ, કોંગ્રેસના ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપ સિંહ, તૃણમૂલ કૉંગ્રેસની ડોલા સેન અને શાંતા છેત્રી, શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ તેમજ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના વિનય વિશ્વમ શામેલ છે.
આ પણ વાંચો: three agricultural law bills : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ કૃષિ કાયદા પરત બિલ પર હસ્તાક્ષર કર્યા
આ પણ વાંચો: Parliament Winter Session 2021: લોકસભાની કાર્યવાહી ચાલુ, રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ