નવી દિલ્હી : કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે સંસદના વિશેષ સત્ર 2023ના ત્રીજા દિવસે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ કરી હતી. સોનિયા ગાંધીએ 'નારી શક્તિ વંદન અધિનિયમ 2023' બિલને સમર્થન આપવા સાથે આ બિલના તાત્કાલિક અમલની માગણી કરી હતી. સાથે જ કહ્યું કે બિલ લાગુ કરવામાં વિલંબ એ દેશની મહિલાઓ સાથે ઘોર અન્યાય છે.
હું નારી શક્તિ વંદન એક્ટ 2023ના સમર્થનમાં છું. મહિલાઓને કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ કાયદો બનવા માટે તેમને વધુ રાહ જોવી પડશે. અમારી માગણી છે કે આ બિલને તાત્કાલિક કાયદો બનાવવો જોઈએ. કારણ કે બિલના અમલમાં વિલંબ એ દેશની મહિલાઓ સાથે ઘોર અન્યાય છે. હું સરકારને અપીલ કરું છું કે તે તાત્કાલિક અમલમાં લાવે...સોનિયા ગાંધી (કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ )
આ બિલ રાજીવ ગાંધીનું સ્વપ્ન : લોકસભામાં બોલતાં સોનિયા ગાંધીએ કહ્યું કે અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, ઓબીસી એસસી સમુદાયોની મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા જાતિ ગણતરી હાથ ધરવાની પણ માગણી કરી હતી. લોકસભામાં તેમના ભાષણ પહેલાં સોનિયા ગાંધીએ કહ્યું કે આ બિલ રાજીવ ગાંધીનું સ્વપ્ન હતું. આ પણ મારા જીવનની ભાવનાત્મક ક્ષણ છે. પ્રથમ વખત મારા જીવનસાથી રાજીવ ગાંધી દ્વારા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ નિશ્ચિત કરવા માટે બંધારણીય સુધારો લાવવામાં આવ્યો હતો.
-
LIVE: Smt Sonia Gandhi ji speaks on the Women's Reservation Bill in Parliament. https://t.co/5hvzwf9LL4
— Congress (@INCIndia) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">LIVE: Smt Sonia Gandhi ji speaks on the Women's Reservation Bill in Parliament. https://t.co/5hvzwf9LL4
— Congress (@INCIndia) September 20, 2023LIVE: Smt Sonia Gandhi ji speaks on the Women's Reservation Bill in Parliament. https://t.co/5hvzwf9LL4
— Congress (@INCIndia) September 20, 2023
13 વર્ષથી વિલંબ થઇ રહ્યો છે : તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે અને બિલ પાસ થવાથી ખુશ છે. પરંતુ એમ પણ કહ્યું કે કેટલીક ચિંતાઓ પણ છે. સોનિયાએ કહ્યું કે હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. ભારતીય મહિલાઓ છેલ્લા 13 વર્ષથી તેમની રાજકીય જવાબદારીઓની રાહ જોઈ રહી છે. હવે તેમને થોડા વધુ વર્ષો રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે કેટલા વર્ષ ? શું ભારતીય મહિલાઓ સાથે આવો વ્યવહાર યોગ્ય છે? સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની માગ છે કે બિલને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. પરંતુ જાતિ વસતી ગણતરી પણ થવી જોઈએ અને એસસી, એસટી અને ઓબીસી મહિલાઓ માટે અનામતની વ્યવસ્થા હોવી જોઈએ.