ETV Bharat / bharat

Parliament Special session 2023: અર્જૂન રામ મેઘવાલે રાજ્યસભામાં નારી શક્તિ વંદન વિધેયક રજૂ કર્યુ, ચર્ચા ચાલી રહી છે

રાજ્યસભામાં નારી શક્તિ વંદન વિધેયક પર ચર્ચા થઈ રહી છે. દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરી રહ્યા છે. જેમાં ભાજપે આ વિધેયકને અટલ બિહારી બાજપાઈ દ્વારા બે વાર રજૂ કરવામાં આવ્યું હતું તેવું જણાવ્યું. તો સામે પક્ષે કૉંગ્રેસ દ્વારા આ વિધેયકને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું સપનુ હતું તેવી દલીલ કરવામાં આવી છે. આમ બંને પક્ષ દ્વારા આ વિધેયકના શ્રેય લેવાની હોડ ગૃહમાં જણાઈ હતી.

રાજ્યસભામાં મહિલા આરક્ષણ વિધેયક પસાર થયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 2:09 PM IST

Updated : Sep 21, 2023, 3:15 PM IST

13.30, સપ્ટેમ્બર 21

રાજદ સાંસદ મનોજ ઝાએ મહિલા આરક્ષણ વિધેયકમાં ઓબીસી વર્ગ માટે વિશેષ પ્રાવધાન કરવું જોઈએ તેવું જણાવ્યું છે.

13.21, સપ્ટેમ્બર 21

રાજદ સાંસદ મનોજ ઝા મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે કરી રહ્યા છે સંબોધન

12.57, સપ્ટેમ્બર 21

મહિલા આરક્ષણ વિધેયક પ્રધાનમંત્રીનો ઈશ્વરીય આશીર્વાદ નથી પણ અમારો બંધારણિય અધિકાર છેઃ રંજીત રંજન

કૉંગ્રેસ સાંસદ રંજીત રંજને આ વિધેયકનો શ્રેય વડાપ્રધાન મોદીને આપવા બદલ ભાજપની ઝાટકણી કાઢી હતી.

12.47, સપ્ટેમ્બર 21

વિખ્યાત અભિનેત્રી તમન્ના ભાટિયા સંસદ ભવનમાં પહોંચી.

12.36, સપ્ટેમ્બર 21

જગદીપ ઘનખડે ઉપાધ્યક્ષોની પેનલનું પુનર્ગઠન કર્યુ

12.23, સપ્ટેમ્બર 21

જે.પી. નડ્ડાએ મહિલા વૈજ્ઞાનિકોને યાદ કરી

  • #WATCH | Women's Reservation Bill | In Rajya Sabha, BJP president and MP JP Nadda says, "People might have different opinions about the names. But Nari Shakti Vandan Adhiniyam is an identity of our Govt, our PM and our perspective on the women in society and it gives it a… pic.twitter.com/mDhsjRbPRe

    — ANI (@ANI) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

12.17, સપ્ટેમ્બર 21

નડ્ડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ પાઠવ્યા

12.05, સપ્ટેમ્બર 21

  • #WATCH | Women's Reservation Bill | In Rajya Sabha, BJP president and MP JP Nadda says, "...If we speak of ISRO and look at the scientists - be it Mars Mission or Chandrayaan or Aditya L-1, women scientists have a significant contribution in all of them..." pic.twitter.com/fYr9pa2DWb

મહિલા આરક્ષણ વિધેયક મહિલા પ્રત્યેના અમારા દ્રષ્ટિકોણની ઓળખ છેઃ નડ્ડા

રાજ્યસભામાં મહિલા આરક્ષણ વિધેયક પર ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પોતાનું સંબોધન કરી રહ્યા છે. તેમણે નવા સંસદની કાર્યવાહી ગણેશ ઉત્સવથી શરુ થઈ અને લોકસભામાં કોઈપણ ફેરફાર વિના મહિલા આરક્ષણ વિધેયક મંજૂર થતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજ્યસભામાં આ વિધેયક સર્વસંમતિથી કોઈપણ વિરોધ વિના પસાર થવાનો વિશ્વાસ રજૂ કર્યો હતો. નડ્ડાએ બંધારણીય વ્યવસ્થા પર ભાર મુક્યો હતો. તેમણે બંધારણીય વ્યવસ્થાથી કેટલાક કાર્યો પાર પડતા હોવાનું જણાવ્યું હતું. તેમણે કેટલી બેઠકો પર મહિલા આરક્ષણ આપવું તે સરકાર કરી શકે છે પણ કઈ બેઠક પર મહિલા આરક્ષણ આપવું તે સરકારની ક્ષમતા બહારની બાબત ગણાવી હતી. તેના માટે જનગણના અને સીમાંકન આવશ્યક બાબત હોવાનું નડ્ડાએ જણાવ્યું હતું. નડ્ડાએ વડાપ્રધાનના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે વડાપ્રધાનને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમણે ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનને પણ બિરદાવ્યું હતું. જેમાં તેમણે ચંદ્રયાન-3ની સફળતા પાછળ આ મહિલા વૈજ્ઞાનિકોનું યોગદાન મહત્વનું છે તેમ જણાવ્યું હતું.

Last Updated : Sep 21, 2023, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.