નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર 2022ની શરૂઆતથી જ કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદો મોંઘવારી અને GSTના વધતા દરનો વિરોધ કરી રહ્યા (Monsoon Session 2022) છે. લોકસભામાં હંગામો કરવા બદલ કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષે જ્યોતિમણિ, માણિક (parliament monsoon session 2022) ટાગોર, ટીએન પ્રથાપન અને રામ્યા હરિદાસને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચો: સંરક્ષણ મંત્રાલયે શસ્ત્રો ખરીદીની દરખાસ્ત પર લીધો મહત્વનો નિર્ણય
હંગામો થવાની સંભાવના: તેમજ મંગળવારે 26 જુલાઈએ રાજ્યસભામાં 19 સાંસદોને સસ્પેન્ડ કરવામાં (Suspension of MPs in monsoon session 2022 ) આવ્યા હતા. જે બાદ સંસદસભ્યોના સસ્પેન્શનને લઈને આજે ગૃહમાં જબરદસ્ત હંગામો થવાની સંભાવના છે. આજે રાજ્યસભામાં વિપક્ષના સાંસદો પહેલા કરતા પણ વધુ વિરોધ કરવાનો પ્રયાસ કરશે.
સસ્પેન્શન કાર્યવાહીનો વિરોધ: ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ મોંઘવારી અને સસ્પેન્ડ કરાયેલા સાંસદોના મુદ્દાઓને લઈને ગૃહમાં મડાગાંઠ ચાલી રહી છે. ગઈકાલે રાજ્યસભાના 19 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ આજે રાજ્યસભામાં ઉગ્ર વિરોધ થવાની સંભાવના (Parliament Session) છે. જણાવી દઈએ કે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સાથે અન્ય વિપક્ષી સાંસદોએ પણ સરકારની સસ્પેન્શન કાર્યવાહીનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. વિપક્ષી સાંસદોએ કહ્યું કે તેઓ સરકારની આ કાર્યવાહી સામે ઝૂકશે નહીં અને આ સસ્પેન્શન અને મોંઘવારી સામે પોતાનો વિરોધ નોંધાવવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો: EDએ સોનિયા ગાંધીની 6 કલાકથી વધુ પૂછપરછ કરી, આજે ફરી રહેશે હાજર
વિપક્ષી સાંસદોનો વિરોધ: તેમજ લોકસભામાં વિરોધ પક્ષોએ ચાર સસ્પેન્ડેડ સાંસદો જ્યોતિમણિ, માણિક ટાગોર, ટીએન પ્રથાપન અને રામ્યા હરિદાસને લઈને ગૃહની બહાર અને અંદર પ્રદર્શન કર્યું. વિપક્ષી સાંસદોએ સાંસદો સામેની આ કાર્યવાહીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તે જ સમયે, રાજ્યસભામાં સસ્પેન્ડ કરાયેલા 19 સાંસદો સામે આજે લોકસભામાં વિપક્ષી સાંસદોનો વિરોધ જોવા મળી શકે છે.