ETV Bharat / bharat

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં 84,405 ખાલી જગ્યાઓ: કેન્દ્ર

ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે (Minister Of State For Home Nithyananda Rai) જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં (Central Reserve Police Force) સૌથી વધુ 29,985 જગ્યાઓ ખાલી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં (Border Security Force) 19,254 જગ્યાઓ અને સશાસ્ત્ર સીમા બલમાં (SSB) 11,402 જગ્યાઓ ખાલી છે.

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં 84,405 ખાલી જગ્યાઓ: કેન્દ્ર
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં 84,405 ખાલી જગ્યાઓ: કેન્દ્ર
author img

By

Published : Jul 28, 2022, 11:47 AM IST

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં (Central Armed Police Forces) 84,405 પદ ખાલી છે અને તેને ડિસેમ્બર 2023 સુધીમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે (Minister Of State For Home Nithyananda Rai) રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં (Central Armed Police Force) કુલ 10,05,779 પદો મંજૂર છે જેમાંથી 84,405 જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો: PM મોદી આજે સાબરકાંઠાના પ્રવાસે, કરશે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ : રાયે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં (Central Reserve Police Force) સૌથી વધુ 29,985 પોસ્ટ્સ ખાલી છે, જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં 19,254 અને સશાસ્ત્ર સીમા બલ (SSB) માં 11,402 જગ્યાઓ ખાલી છે. આ સિવાય સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)માં 10,918, આસામ રાઈફલ્સમાં 9,659 અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)માં 3,187 જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો: શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!

સ્ટાફ સિલેક્શન કમિશન : સરકારે ડિસેમ્બર, 2023 સુધીમાં CAPF માં હાલની ખાલી જગ્યાઓ ભરવાનું નક્કી કર્યું છે અને કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 25,271 જગ્યાઓ ભરવા માટે પરીક્ષા પહેલેથી જ હાથ ધરવામાં આવી છે. રાયે જણાવ્યું હતું કે, સરકારે CAPF માં ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે ઘણા વધારાના પગલાં પણ લીધા છે જેમાં કોન્સ્ટેબલની (જનરલ ડ્યુટી) પોસ્ટ પર વાર્ષિક ભરતી માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવાનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.