ETV Bharat / bharat

PARLIAMENT BUDGET : મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી થશે શરૂ - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

પીએમ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ આ મહિનામાં શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધિત કરશે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 2:49 PM IST

નવી દિલ્હીઃ સંસદનું બજેટ આ મહિનાના અંતમાં શરૂ થવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે. તે બંને ગૃહોને સંબોધશે.

આ પ્રકારના થશે ફેરફાર : આ બજેટ સત્ર દરમિયાન કોઈ મોટા કાયદાકીય ફેરફારોની અપેક્ષા નથી. જો કે મહિલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. મહિલા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ બમણી કરી શકાય છે. હાલમાં તેની રકમ પ્રતિ વર્ષ 6000 રૂપિયા છે જેને વધારીને 12 હજાર રૂપિયા કરી શકાય છે.

નવી જાહેરાતો થશે : રિપોર્ટ અનુસાર આ સ્કીમની જાહેરાત 1 ફેબ્રુઆરીએ થઈ શકે છે. આનાથી સરકાર પર રૂપિયા 12,000 કરોડનો વધારાનો બોજ પડવાની ધારણા છે. આ સાથે સરકાર 21 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે કેશ ટ્રાન્સફર સ્કીમ લાવવાનું પણ વિચારી રહી છે.

આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રખાશે : એવી ચર્ચા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. જેમાં મહિલા સશક્તિકરણને લગતી યોજનાઓ રજૂ કરવામાં આવશે. જો આ યોજનાઓને મંજૂરી મળી જશે તો આગામી લોકસભા ચૂંટણી પહેલા સરકાર માટે આ એક મોટું પગલું હશે. આ સિવાય સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ પણ લાવી શકે છે.

  1. Surat News: સુરત સ્વચ્છતાની 'સૂરત', દેશમાં સુરત-ઈન્દૌર સ્વચ્છતામાં સંયુક્ત રીતે નંબર વન
  2. VGGS 2024 : ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા લક્ષ્યમાં ગુજરાત વિકાસનું એન્જીન બનશે : નિર્મલા સીતારમણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.