ETV Bharat / bharat

Budget session 2023 : લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત - બજેટ સત્ર

રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધીના સભ્યપદને લઈને બંને ગૃહમાં વિપક્ષ દ્વારા ભારે હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે.

Budget session 2023 : લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

author img

By

Published : Mar 27, 2023, 11:30 AM IST

નવી દિલ્હી : વિપક્ષના ભારે હોબાળા બાદ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, જ્યારે લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ રાહુલની સદસ્યતા રદ કરવાના વિરોધમાં કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા.

  • Within minutes of the commencement of proceedings of both Houses, Rajya Sabha adjourned till 2 pm and Lok Sabha till 4 pm today, amid Opposition MPs' protest. They were sloganeering over Adani Group issue and Rahul Gandhi's disqualification. pic.twitter.com/7Jh1QfuHVK

    — ANI (@ANI) March 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત : રાહુલની સદસ્યતા રદ કરવાના વિરોધમાં કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા. સંસદ ભવનમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં વિપક્ષના નેતાઓની વ્યૂહરચના બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા પર ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી.

PM મોદી પણ કરી રહ્યા છે બેઠક : વડાપ્રધાન સત્ર માટેની વ્યૂહરચના અંગે વરિષ્ઠ પ્રધાનો સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં અમિત શાહ, અનુરાગ ઠાકુર, ધર્મેન્દ્ર પ્રધાન, ગડકરી, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ હાજર છે.

આ પણ વાંચો : Rahul Gandhi Disqualification: ડરાવી ધમકાવી ફરી સત્તા પર આવાની કોશિશ, 2024માં આવશે પરીવર્તન

અરજીમાં ફોજદારી કેસમાં દોષિત જાહેર : રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવ્યા બાદ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ફોજદારી કેસમાં દોષિત જાહેર થયા બાદ સાંસદ કે ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની જોગવાઈઓને પડકારવામાં આવી છે. આ અરજીમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8(3)ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે. આ અરજી એડવોકેટ મુરલીધરન દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે કલમ 8(3) હેઠળ સ્વચાલિત અયોગ્યતાની કોઈ જોગવાઈ નથી. ગત રોજ કોંગ્રેસે રાહુલ ગાંધીના સભ્યપદને લઈને દેશવ્યાપી સંકલ્પ સત્યાગ્રહ કર્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતાઓને રાજઘાટ પર સત્યાગ્રહ કરવાની મંજૂરી આપી ન હતી. આ સત્યાગ્રહમાં ખડકે અને પ્રિયંકા ગાંધી સહિત તમામ મોટા નેતાઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Budget session 2023: રાહુલ અને અદાણીના મુદ્દે બંને ગૃહોમાં હોબાળો

માનહાનિ કેસ : વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં ગુજરાતની અદાલતે દોષિત ઠેરવ્યા હતા. જે બાદ બે વર્ષની સજાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને નિવેદન આપ્યું હતું કે મોદી સરનેમવાળા લોકો ચોર કેમ છે. તેનો સંદર્ભ લલિત મોદી અને નીરવ મોદીનો હતો. આ નિવેદન બાદ બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.