ETV Bharat / bharat

મા-બાપ છે કે શેતાન? 11 વર્ષના છોકરાને 20થી વધુ કૂતરા સાથે રાખ્યો અને થયું એવું કે... - સાગર પાટીલ

ગુજરાતીમાં એક કહેવત છે છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય. પણ પુણેમાંથી વાલી પર લાંછન (Stigma on Parents) લાગતો કેસ સામે આવ્યો છે. જેમાં પોલીસે વાલી સામે પોલીસ કેસ નોંધ્યો છે. આ વાલીનો છોકરો છેલ્લા બે વર્ષથી 20થી વધારે કૂતરા (Boy locked with 22 Dogs) સાથે રહેતો હતો. નસબંધી ન કરી હોય એવા કૂતરા સાથે આ છોકરાને બંધ કરી દેવાયો હતો. પોલીસ (Pune police complaint) પણ આ કેસ જોઈ ચોંકી ગઈ હતી.

મા-બાપ છે કે શેતાન? 11 વર્ષના છોકરાને 20થી વધુ કૂતરા સાથે ગોંધી રખાયો

author img

By

Published : May 11, 2022, 8:03 PM IST

પુણે:ગુજરાતીમાં એક કહેવત છે છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય. પણ પુણેમાંથી વાલી પર લાંછન (Stigma on Parents) લાગતો કેસ સામે આવ્યો છે. જેમાં પોલીસે વાલી સામે પોલીસ કેસ નોંધ્યો છે. આ વાલીનો છોકરો છેલ્લા બે વર્ષથી 20થી વધારે કૂતરા (Boy locked with 22 Dogs) સાથે રહેતો હતો. આ છોકરાને નસબંધી ન કરી હોય એવા કૂતરા સાથે બંધ કરી દેવાયો હતો. પોલીસ (Pune police complaint) પણ આ કેસ જોઈ ચોંકી ગઈ હતી. પુણેમાંથી રૂવાડાં ઊભા થઈ જાય એવો એક કેસ સામે આવ્યો છે.

આ પણ વાંચો: રાજ ઠાકરેની મુસીબતોમાં વધારો, હવે બીડ કોર્ટે પણ જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંટ

બે વર્ષથી કૂતરાઓ સાથે બાંધી રાખયો: જેમાં 11 વર્ષના છોકરાને લગભગ બે વર્ષથી કૂતરાઓ સાથે બાંધી (Boy locked with 22 Dogs) રાખવામાં આવ્યો હતો. કમનસીબે, આવી તમામ ઘટનાઓ માટે છોકરાના માતા અને પિતા જવાબદાર (Stigma on Parents) છે. આ ચોંકાવનારી ઘટના પુણેના કોંધવા વિસ્તારમાં કૃષ્ણાઈ બિલ્ડિંગમાં બની હતી. મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra police Saved boy) ના જણાવ્યા અનુસાર, પીડિતા અને તેના માતા-પિતા કોંધવાના કૃષ્ણાઈ બિલ્ડિંગમાં વન બીએચકે એપાર્ટમેન્ટમાં રહેતા હતા. એક જ ઘરમાં 22 ગલુડિયા તથા કૂતરાઓ પણ હતા. પીડિત છોકરો ઘણા દિવસોથી કૂતરા સાથે રહેતો હતો. પરિણામે તેની હાલત દયનીય બની ગઈ હતી. આટલા દિવસોથી રૂમમાં કૂતરા સાથે બંધ રહેતો હોવાથી છોકરો કૂતરા જેવું વર્તન કરતો હતો.

આ પણ વાંચો: Golden Man Of Vadodara: ગોલ્ડન મેન પ્રભુ સોલંકીની 30 લાખના નકલી સોનાના પ્રકરણમાં ધરપકડ

શું કહ્યું પોલીસ અધિકારી એ: યોગ્ય પોષણના અભાવે છોકરો ઘણા દિવસોથી શારીરિક રીતે નબળો પડી ગયો હતો. જેના કારણે તેની માનસિક અવસ્થા ઉપર પણ માઠી અસર થઈ હતી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સરદાર પાટીલે બાળકને બચાવવાના આ કેસનો અનુભવ વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પીડિત બાળકને ઘરમાંથી છોડાવવો ખરેખર મુશ્કેલ કામ હતું. કારણ કે ત્યાં બધા કૂતરા રખડતા હતા. તે કૂતરાઓની નસબંધી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત, તે કોઈપણ સમયે હિંસક બની શકે એમ હતા. તે જ સમયે, ઘર પણ પ્રાણીઓથી ભરેલું હતું. આવી અસ્વચ્છ જગ્યાએ 22 કૂતરાઓની હાજરીમાં 11 વર્ષનો છોકરો ફસાઈ ગયો હતો. સાગર પાટીલે આવી ભયાનક સ્થિતિ વર્ણવી છે. પોલીસે આ કેસમાં એના વાલી સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. આ સાથે કાયદાકીય પગલાં લેવાના શરૂ કરી દીધા છે. કલમ 23 અને 28 જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2000 અંતર્ગત કેસ નોંધાયો છે. કોંધવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

આ પણ વાંચો: રાણા દંપતીએ મહારાષ્ટ્ર સરકારને લઇને આપ્યું મહત્વનું નિવેદન, હવે આ બાબત પર લડશે લડત...

કોણ છે વાલી: પીડિત છોકરાના વાલી જેઓ આરોપી છે એમનું નામ સંજય લોઢારિયા અને શિતલ લોઢારિયા છે. કોંધવા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા. જ્યારે પોલીસ તપાસ હેતું ગઈ ત્યારે ત્યાં 20થી 22 કૂતરા હતા. બે વર્ષથી છોકરાને જંગલી કહી શકાય એવા કૂતરા સાથે બંધ રાખવામાં આવ્યો હતો. છોકરો આખો દિવસ બારીમાં બેસી રહેતો અને શ્વાનની માફક વર્તણૂંક કરતો. ચાઈલ્ડ હેલ્પલાઈનના કો-ઓર્ડિનેટર અર્પણા મોઢક કહે છે કે, અમને ફોન પર આની જાણકારી મળી હતી. પછી અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે છોકરો જમીન પર પડ્યો હતો. પછી અમને એની તબિયત અંગે જાણવા મળ્યું. પછી અર્પણાએ પોલીસ સ્ટેશન પહોંચીને આ છોકરાના વાલી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઉમેર્યું કે, હાલમાં છોકરો સ્વસ્થ છે અને તેનું કાઉન્સેલિંગ ચાલું છે. જ્યારે કોઈ બાળક પશુ સાથે ગંદી જગ્યા પર રહે છે તો એના માનસ પર એ ગંદકી અને પશુ માનસિકતાની અસર થાય છે. હાલ કાઉન્સેલિંગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.