લંડનઃ ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં કરારી હાર(India s defeat against England) પછી, ટીમની રેન્કિંગમાં ધરખમ બદલાવ જોવા મળી રહ્યો(ICC Test Rankings) છે. ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત(Rishabh Pant ranking) એજબેસ્ટન ખાતે ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારીને પ્રથમ વખત ICC ટેસ્ટ રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli ranking) પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ત્રણ સ્થાન નીચે સરકીને ટોપ-10માંથી બહાર આવી ગયો છે.
આ પણ વાંચો - IND vs WI ODI : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમનું કરાયું એલાન, ટીમની કમાન સોંપાઇ...
પંતને ફાયદો, વિરાટને નૂકસાન - બેટ્સમેન પંતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 111 બોલમાં 146 રન બનાવીને ભારતની સ્થિતિ મજબૂત કરી હતી. જે બાદ બીજી ઇનિંગમાં 57 રન બનાવ્યા હતા. તેની છેલ્લી છ ટેસ્ટ ઇનિંગ્સમાં બે સદી અને ત્રણ અડધી સદી સાથે પંતના તાજેતરના ફોર્મે તેને ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાને પહોંચાડી દીધો છે અને છ સ્થાનની છલાંગ લગાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
આ પણ વાંચો - અમે સાચે જ ઈનિંગ્સ સારી રીતે રમી: રીષભ પંતે ભારતના પર્ફોમન્સ પર આવી આપી પ્રતિક્રિયા આપી
વિરાટનું સતત ખરાબ પ્રદર્શન જારી - વિરાટ કોહલી, જે પુનઃ નિર્ધારિત એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 11 અને 20 રન બનાવી શક્યો હતો. ICC મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટોપ-10માંથી બહાર થઈ ગયો છે. બેયરસ્ટોએ અણનમ 114 રનની મદદથી ઈંગ્લેન્ડને ભારત પર શાનદાર જીત અપાવવામાં મદદ કરી હતી અને હવે તે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 11 સ્થાન આગળ વધીને દસમા સ્થાને પહોંચી ગયો છે.