- વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફીઝ ચૌધરીની પ્રેસ કોન્ફરન્સ
- ભારત સાથેના બાકી મુદ્દાઓને હલ કરવા માટે પાકિસ્તાન હંમેશા તત્પર
- ભારત હિંસા મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે પડોશી સંબંધો રાખવા ઇચ્છે છે
ઇસ્લામાબાદ: પાકિસ્તાને કહ્યું કે, તે ભારત સાથેના તમામ બાકી મુદ્દાઓને હલ કરવા માટે હંમેશા તત્પર છે અને વાતચીતથી ક્યારેય દુર રહ્યું નથી. વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફીઝ ચૌધરીએ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને દેશોના DGMO વચ્ચેની વાટાઘાટોને પગલે ભારત સાથે વાતચીતની સંભાવના વિશે સવાલ પૂછ્યા બાદ આ ટિપ્પણી કરી હતી.
પ્રશ્નોના શાંતિપૂર્ણ રીતે નિરાકરણ
તેમણે કહ્યું કે, "પાકિસ્તાને ક્યારેય વાતચીતથી દુર ભાગ્યું નથી અને જમ્મુ-કાશ્મીર સહિતના તમામ પડતર પ્રશ્નોના શાંતિપૂર્ણ રીતે નિરાકરણ લાવવાનું કહ્યું છે". ગયા મહિને ભારતે કહ્યું હતું કે, તે આતંક, દુશ્મનાવટ અને હિંસા મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો રાખવા ઇચ્છે છે અને આવા વાતાવરણનું નિર્માણ કરવું એ પાકિસ્તાનના હાથની વીત છે.