ઈસ્લામાબાદ: ભારતની વિદેશ નીતિના વખાણ દુનિયાભરમાં થઇ રહ્યા છે. હવે તો ભારતના વખાણમાં પાકિસ્તાન નેતાઓ પણ બાકી રહ્યા નથી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. વખાણ કરતા તેઓ કહ્યું કે, પાકિસ્તાન ભારતની જેમ સસ્તું રશિયન ક્રૂડ ઓઈલ મેળવવા માંગતું હતું. પરંતુ તેઓ આમ કરી શક્યા ન હતા. જેનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે મારી સરકાર ના રહી. જેના કારણે અમારી સરકાર તે કરી શકી ન હતી. ઈમરાન ખાને આ તમામ માહિતી વિડિયો બનાવી આપી હતી. જોકે પ્રધાનમંત્રી મોદી આવ્યા પછી ભારતના ખોબલે ને ખોબલે વખાણ થઇ રહ્યા છે. પછી તે વિદેશ નીતિ હોય કે પછી અર્થતંત્રની કોઇ પણ જવાબદારીઓમાં ભારતના વખાણ દુનિયા ભરમાં થઇ રહ્યા છે. તેની સાક્ષી દરેક દેશના પ્રધાનમંત્રીઓ જ પુરી રહ્યા છે.
પહેલા પાકિસ્તાની પીએમ:ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઈમરાન ખાને એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું, 'અમે ભારતની જેમ સસ્તું રશિયન ક્રૂડ ઓઈલ મેળવવા માંગતા હતા, પરંતુ તે થઈ શક્યું નહીં કારણ કે દુર્ભાગ્યવશ મારી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવના કારણે પડી ગઈ. જણાવી દઈએ કે છેલ્લા 23 વર્ષમાં મોસ્કોની મુલાકાત લેનારા તેઓ પહેલા પાકિસ્તાની પીએમ હતા. ખાન એવી કોઈ ડીલ કરી શક્યા નથી. જેનાથી રોકડની તંગીવાળા દેશને રાહત મળી શકે. જેના કારણે હજુ પણ પાકિસ્તાની જનતા ભોગવી રહી છે. કંગાળ હાલત થઇ ગઇ છે પાકિસ્તાન અને પાકિસ્તાની જનતાની. હવે આ પરિસ્થિતી એટલી વણસી થઇ ગઇ છે કે ફરી પાકિસ્તાન કયારે બેઠું થશે તે કહેવું મુશ્કેલ છે.
-
"We wanted to get cheap Russian crude oil just like India...," says Imran Khan
— ANI Digital (@ani_digital) April 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/Ambgaf96nI#ImranKhan #India #foreignpolicy #Russianoil pic.twitter.com/12uflCmhoj
">"We wanted to get cheap Russian crude oil just like India...," says Imran Khan
— ANI Digital (@ani_digital) April 9, 2023
Read @ANI Story | https://t.co/Ambgaf96nI#ImranKhan #India #foreignpolicy #Russianoil pic.twitter.com/12uflCmhoj"We wanted to get cheap Russian crude oil just like India...," says Imran Khan
— ANI Digital (@ani_digital) April 9, 2023
Read @ANI Story | https://t.co/Ambgaf96nI#ImranKhan #India #foreignpolicy #Russianoil pic.twitter.com/12uflCmhoj
આર્થિક સંકટનો સામનો: નોંધપાત્ર રીતે, પાકિસ્તાન તેના અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ખાને એ હકીકત પર દુખ વ્યક્ત કર્યું કે તેમનો દેશ સબસિડીવાળા દરે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે. જે યુક્રેન યુદ્ધ છતાં ભારતને મળી રહ્યું છે. ઇમરાન ખાનએ પોતાના વીડિયોમાં વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ પહેલીવાર નથી. જ્યારે ઇમરાન ખાને તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા અને પશ્ચિમી દબાણ છતાં રશિયન તેલ ખરીદવામાં ભારતની સિદ્ધિઓનો સ્વીકાર કર્યો. તેણે સપ્ટેમ્બર 2022માં એક જાહેર સભામાં કહ્યું હતું કે, 'નવાઝ સિવાય દુનિયાના અન્ય કોઈ નેતાની પાસે અબજોની સંપત્તિ નથી. મને એવા દેશ વિશે કહો કે જેના વડા પ્રધાન અથવા નેતાની દેશની બહાર અબજોની સંપત્તિ છે. આપણા પાડોશી દેશમાં પણ પીએમ મોદીની ભારત બહાર કેટલી સંપત્તિ છે?'