ETV Bharat / bharat

પાકિસ્તાન આર્મી ચીફ બાજવાએ કહ્યું, "ભારત સાથેના તમામ વિવાદો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા જોઈએ"

પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાએ (PAK ARMY CHIEF BAJWA) 'ઈસ્લામાબાદ સુરક્ષા સંવાદ' સંમેલનના અંતિમ દિવસે જણાવ્યું છે કે, ભારત સાથેના તમામ વિવાદોને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવા જોઈએ.

ભારત સાથેના તમામ વિવાદો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા જોઈએઃ બાજવા

author img

By

Published : Apr 2, 2022, 6:16 PM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર બાજવાએ (Pakistan Army chief General Qamar Bajwa) શનિવારે કહ્યું કે , ભારત સાથેના તમામ વિવાદો શાંતિપૂર્ણ રીતે વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. ઇસ્લામાબાદ કાશ્મીર સહિત તમામ પડતર મુદ્દાઓને ઉકેલવા માટે રાજદ્વારીનો માર્ગ અપનાવવામાં (ALL DISPUTES WITH INDIA SHOULD BE SETTLED PEACEFULLY) માને છે, જેથી "આપણા ક્ષેત્રમાંથી આગની ધટનાને દૂર રાખી શકાય." જનરલ બાજવાએ બે દિવસીય 'ઈસ્લામાબાદ સુરક્ષા સંવાદ' સંમેલનના અંતિમ દિવસે આ વાત કહી હતી.

આ પણ વાંચો: શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ કરી જાહેર

'કોમ્પ્રિહેન્સિવ સિક્યુરિટીઃ રિઇમેજિંગ ઇન્ટરનેશનલ કોઓપરેશન' થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય સુરક્ષા સામે ઉભરતા પડકારોની ચર્ચા કરવા માટે પાકિસ્તાની અને આંતરરાષ્ટ્રીય સ્તરના નીતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આર્મી સ્ટાફના વડાએ કહ્યું કે, ગલ્ફ ક્ષેત્ર અને અન્યત્ર સહિત વિશ્વનો ત્રીજો ભાગ સંઘર્ષ અને યુદ્ધના કોઈ સ્વરૂપમાં સામેલ છે, "તે મહત્વપૂર્ણ છે કે, આપણે આપણા ક્ષેત્રમાંથી આગની ધટનાને દૂર રાખીએ."

આ પણ વાંચો: Imran Khan threaten: ચૂંટણી પહેલા ઈમરાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી

પડતર મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત: જનરલ બાજવાએ કહ્યું, "પાકિસ્તાન કાશ્મીર વિવાદ સહિત તમામ પડતર મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત અને રાજદ્વારીનો માર્ગ અપનાવવામાં માને છે અને જો ભારત આમ કરવા માટે સંમત થાય છે, તો તે આ મોરચે આગળ વધવા માટે તૈયાર છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.