- યોગેશ પ્રવીણને લખનઉના અને અવધના એનસાયક્લોપીડિયા કહેવાતા હતા
- ડૉ. યોગેશ પ્રવીણનું સોમવારે તીવ્ર તાવ પછી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં અવસાન થયું હતું
- ડૉક્ટર પ્રવીણનો શ્વાસ રસ્તામાં જ અટકી ગયો હતો
લખનઉ: હિન્દીના પ્રખ્યાત લેખક અને અવધ-લખનઉના ઇતિહાસ વિશેષ જ્ઞાન ધરાવતા પદ્મશ્રી ડૉ. યોગેશ પ્રવીણનું સોમવારે તીવ્ર તાવ પછી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકારી એમ્બ્યુલન્સ 2 કલાકે પણ ન આવી ત્યારે પરિવારના સભ્યો તેમને ખાનગી વાહન દ્વારા બલરામપુર હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે દરમિયાન ડૉક્ટર પ્રવીણનો શ્વાસ રસ્તામાં જ અટકી ગયો હતો. હોસ્પિટલમાં તેને ડૉક્ટર દ્વારા મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યોનું કહેવું છે કે, ડૉ.પ્રવીણને સવારથી તાવ હતો.
આ પણ વાંચો: પદ્મશ્રી અર્જૂન પ્રજાપતિનું કોરોનાથી નિધન, કળા જગતમાં શોકની લહેર
ડૉ.પ્રવીણ પાસે તેના ઇતિહાસને લગતા દરેક સવાલોના જવાબ હતા
યોગેશ પ્રવીણને લખનઉના અને અવધના એનસાયક્લોપીડિયા કહેવાતા હતા. ડૉ.પ્રવીણ પાસે તેના ઇતિહાસને લગતા દરેક સવાલોના જવાબ હતા. તે ફક્ત ઐતિહાસિક ઘટનાઓથી જ નહીં પણ તેની પાછળની વાર્તાઓ વિશે પણ જાણતા હતા. આ જ કારણ છે કે, જ્યારે લખનઉના ઇતિહાસની વાત કરવામાં આવે છે ત્યારે પહેલા યોગેશ પ્રવીણનું નામ લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: શિક્ષણવિદ્ અને પત્રકાર ફાતમા ઝકરીયાનું અવસાન
સફળતાની સીડી આ રીતે ચઢી
- ડો.યોગેશ પ્રવીણનો જન્મ 28 ઓક્ટોબર 1938માં થયો હતો.
- તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી સાહિત્યમાં ડોક્ટરની પદવી મેળવી હતી.
- તેમણે હિન્દી અને સંસ્કૃતમાં સ્નાતકોત્તર આપ્યા હતા.
- પુસ્તકોની સાથે કવિતાઓ લખી હતી અને તેમના પુસ્તક 'લખનૌ નામ' માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.
- તેમને 2000માં UP રત્ન એવોર્ડ, 1999માં રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ, 2006માં યશ ભારતી એવોર્ડ અને 1998માં UP સંગીત નાટક અકાદમી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા.
- સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન માટે 2020માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો.
- દાસ્તાન અવધ, તાજદાર અવધ, બહારે અવધ, ગુલીસ્તાન અવધ, દોબતા અવધ, દાસ્તાને લુકાવાને, આપ કા લખનૌ, લખનૌ સ્મારક જેવા ઘણા પુસ્તકો પર કામ કર્યું હતું.