ગોપાલગંજઃ બિહારમાં ક્યારેક બ્રિજ તો ક્યારેક રેલ્વે એન્જિન ચોરાઈ (oxygen gas pipe theft In Gopalganj ) જાય છે. પણ આ વખતે ચોરોએ અદ્ભુત કામ કર્યું. ગોપાલગંજ સદર હોસ્પિટલ (Theft from Gopalganj Sadar Hospital)માંથી ચોર ઓક્સિજનની પાઈપ લઈ ગયા. સદભાગ્યે એક પણ દર્દી વેન્ટિલેટર પર ન હતો, નહીં તો આફત આવત. પાઈપ કાપવા માટે ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કર્યો છે. ઓક્સિજન પાઈપની ચોરીના કારણે ઈમરજન્સી વોર્ડ (Gopalganj Sadar Hospital Emergency Ward) સહિત 105 બેડમાં ઓક્સિજન પુરવઠો ઠપ થઈ ગયો છે.
આ પણ વાંચો: મોરબીમાં દિવાલ ધરાશાયીના મૃતકો પ્રત્યે વડાપ્રધાન મોદીની સંવેદના જ્યારે મુખ્યપ્રધાન પટેલ દ્વારા 4 લાખની સહાય
ચોરીની ઘટનાથી હોસ્પિટલ મેનેજમેન્ટ દોડતુ થયું: ખરેખર, બિહારના ગોપાલગંજ જિલ્લાની સદર હોસ્પિટલને ચોરોની ટોળકીએ નિશાન (Gopalganj Sadar Hospital theft) બનાવી હતી. અહીં ચોરોએ ઓક્સિજન પ્લાન્ટ પાસે પડેલી ગેસની પાઇપની ચોરી કરી અને નાસી છૂટ્યા. આ ચોરી પ્રકાશમાં આવતાં હોસ્પિટલ મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઓક્સિજન પ્લાન્ટની કોપર પાઇપ ઘણી મોંઘી છે.
આ પણ વાંચો: હાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"
મૉડલ હૉસ્પિટલ સ્ટેટસ: જણાવી દઈએ કે, ગોપાલગંજ સદર હૉસ્પિટલને મૉડલ સદર હૉસ્પિટલનો દરજ્જો છે અને તે ISO દ્વારા પ્રમાણિત પણ છે. આમ છતાં આ હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહે છે. ઓક્સિજન ગેસની પાઇપની ચોરીના કારણે હોસ્પિટલમાં બે દિવસથી ઓક્સિજન માટે હોબાળો મચી ગયો છે. હોસ્પિટલમાં ઘણા એવા દર્દીઓ છે જેમને ઓક્સિજનની જરૂર છે. હોસ્પિટલની સુરક્ષા માટે 30 નિવૃત્ત સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા ચોરો કાપીને હોસ્પિટલમાંથી ઓક્સિજનની પાઇપ લઇ ગયા હતા.