ETV Bharat / bharat

Oxfam report on economic inequality : ભારતના 10 શ્રીમંતોની સંપત્તિ 25 વર્ષ સુધી દરેક બાળકોને શિક્ષણ આપવા સક્ષમ - ભારતના 10 શ્રીમંતોની સંપત્તિ

કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતના અબજોપતિઓની કુલ સંપત્તિ બમણીથી વધુ થઈ ગઈ છે. ભારતના 10 સૌથી ધનિક (Wealth of 10 richest people of India ) લોકોની સંપત્તિ 25 વર્ષ સુધી દેશના દરેક બાળકને શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ અપાવી શકવા પર્યાપ્ત છે. ઓક્સફેમ રીપોર્ટમાં (Oxfam report on economic inequality ) આ વાત સામે આવી છે.

Oxfam report on economic inequality : ભારતના 10 શ્રીમંતોની સંપત્તિ 25 વર્ષ સુધી દરેક બાળકોને શિક્ષણ આપવા સક્ષમ

author img

By

Published : Jan 17, 2022, 2:05 PM IST

નવી દિલ્હી/ દાવોસ: કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતના અબજોપતિઓની કુલ સંપત્તિ બેગણાથી વધુ થઈ ગઈ છે. ભારતના 10 સૌથી ધનિક લોકોની સંપત્તિ (Wealth of 10 richest people of India ) દેશના દરેક બાળકને 25 વર્ષ સુધી શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પર્યાપ્ત છે. એક અભ્યાસમાં (Oxfam report on economic inequality ) સોમવારે આ વાત સામે આવી છે. અભ્યાસ અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતમાં અબજોપતિઓની સંખ્યા 39 ટકાથી વધીને 142 થઈ ગઈ છે.

શ્રીમંતો પર વધુ કર લાદવાની ભલામણ

વિડીયો કોન્ફરન્સ દ્વારા આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટના પ્રથમ દિવસે ઓક્સફેમ ઇન્ડિયાના વાર્ષિક અસમાનતા સર્વેક્ષણમાં (Oxfam report on economic inequality ) જણાવાયું હતું કે જો સૌથી વધુ 10 ટકા ધનવાન લોકો પર એક ટકાનો વધારાનો કર લાદવામાં આવે તો દેશને લગભગ 17.7 લાખ વધારાના ઓક્સિજન સિલિન્ડર મળી શકે છે. આર્થિક અસમાનતા પર ઓક્સફેમના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે 142 ભારતીય અબજોપતિઓની કુલ નેટવર્થ USD 719 બિલિયન (રૂ. 53 લાખ કરોડથી વધુ) છે. દેશના સૌથી અમીર 98 લોકોની કુલ સંપત્તિ સૌથી ગરીબ 55.5 કરોડ લોકોની કુલ સંપત્તિ જેટલી છે.

આ પણ વાંચોઃ જાણો, તમારા ઘરમાં વપરાતા ગેસમાંથી સરકારને કેટલી થાય છે આવક ?

આરોગ્ય બજેટમાં 271 ટકાનો વધારો કરી શકાય

Oxfam report on economic inequality રિપોર્ટમાં જણાવાયું છે કે જો 10 સૌથી ધનિક ભારતીય (Wealth of 10 richest people of India ) અબજોપતિઓ દરરોજ 1 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ કરે તો તેમની વર્તમાન સંપત્તિ 84 વર્ષમાં સમાપ્ત થઈ શકેે. ઓક્સફેમે જણાવ્યું હતું કે આ અબજોપતિઓ પર વાર્ષિક સંપત્તિ કર લાદવાથી દર વર્ષે US$78.3 બિલિયન મળી શકે, જે સરકારી આરોગ્ય બજેટમાં 271 ટકાનો વધારો કરી શકે છે.

સરકાર માટેે આવક પેદા કરવાના સ્ત્રોતો પર પુનર્વિચારની તક

રિપોર્ટ અનુસાર કોવિડ-19ની શરૂઆત સ્વાસ્થ્ય સંકટ તરીકે થઈ હતી પરંતુ હવે તે આર્થિક સંકટ બની ગઈ છે. સૌથી ધનાઢ્ય 10 ટકા લોકો પાસે રોગચાળા દરમિયાન રાષ્ટ્રીય સંપત્તિનો 45 ટકા હિસ્સો હતો, જ્યારે સૌથી નીચેના 50 ટકાનો હિસ્સો માત્ર છ ટકા હતો. અભ્યાસમાં સરકારને આવક પેદા કરવાના તેના પ્રાથમિક સ્ત્રોતો પર પુનર્વિચાર કરવા અને વધુ પ્રગતિશીલ પદ્ધતિઓ અપનાવવા વિનંતી કરવામાં (Oxfam report on economic inequality ) આવી હતી.

આ પણ વાંચોઃ વડોદરાના 3 શ્રીમંત ઘરના યુવક-યુવતી પાસેથી મળ્યો 48 બોટલ દારૂ, બર્થ ડે પાર્ટી માટે લઈ જતા હતા મોંઘો દારૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.