ETV Bharat / bharat

'ભાજપના ચાચાજાન છે ઓવૈસી, ખેડૂતોએ ચાલ સમજી લેવાની જરુર': રાકેશ ટિકૈત

ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે મંગળવારે આરોપ લગાવ્યો કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી અને ભાજપ એક ટીમ જેવા છે અને તેમની ચાલને ખેડૂતોએ સારી રીતે સમજી લેવાની જરૂર છે.

'ભાજપના ચાચાજાન છે ઓવૈસી, ખેડૂતોએ ચાલ સમજી લેવાની જરુર':  રાકેશ ટિકૈત
'ભાજપના ચાચાજાન છે ઓવૈસી, ખેડૂતોએ ચાલ સમજી લેવાની જરુર': રાકેશ ટિકૈત
author img

By

Published : Sep 15, 2021, 3:50 PM IST

  • બીકેયુ નેતા રાકૈશ ટિકૈતનો ઔવૈસી પર આક્ષેપ
  • 'ભાજપના ચાચાજાન છે ઓવૈસી': ટિકૈત
  • ઓવૈસી અને ભાજપ એક ટીમ જેવા: ટિકૈત

બાગપત (ઉત્તર પ્રદેશ): ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈતે આક્ષેપ કર્યો હતો AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી ભાજપની ટીમ છે અને ખેડૂતોએ તેમની ચાલને સારી રીતે સમજવાની જરૂર છે.

ઓવૈસીના બે ચહેરા છેઃ ટિકૈત

"ઓવૈસી અને ભાજપ એક ટીમ છે. તેઓ ભાજપના 'ચાચા જાન' છે અને તેમને ભાજપના આશીર્વાદ છે. ઔવેસી ભાજપનો દુરુપયોગ કરશે, પરંતુ તેની સામે કેસ દાખલ કરશે નહીં. ભાજપ ઔવેસીની મદદ લેશે. ખેડૂતોએ સમજવું પડશે કે આ તેમની ચાલ છે. ઓવૈસીના બે ચહેરા છે. તેઓ ખેડૂતોને બરબાદ કરશે. તેઓ ચૂંટણી દરમિયાન ષડયંત્ર રચશે. પરંતુ જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં દેખાયું છે તેમ બાગપતના લોકો ક્રાંતિકારી છે.

કાયદાઓ રદ થવા સુધી આંદોલન ચાલશે

ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી સરકાર ખેડૂતોની માગણીઓ સાથે સહમત નહીં થાય અને કાયદાઓ રદ નહીં કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. ત્યાં સુધી અમે દિલ્હીની સરહદ છોડીશું નહીં પછી ભલે ગમે તેટલો સમય લાગે. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું. તેમણે અમને કહેવું પડશે કે ખેડૂતો કે કોર્પોરેટરોમાંથી તેમને કોણ વધુ પ્રિય છે. જ્યાં સુધી લઘુતમ ટેકાના ભાવ (MSP) ની બાંયધરી આપતો કાયદો લાવવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોને લાભ મળશે નહીં," ટિકૈતે એવો આરોપ પણ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કોર્પોરેટ્સ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

ભારતીય કિસાન યુનિયન નેતા ટિકૈતે કેન્દ્રના નવા શ્રમ કાયદાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે "ફેક્ટરીના કામદારો હવે આંદોલન કરી શકતા નથી અને સંગઠનો બનાવી શકતાં નથી. તેઓ બધું વેચી રહ્યાં છે. તેઓ બજારોને બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે,"

ત્રણ ખેતી કાયદાઓને થઈ રહ્યો છે વિરોધ

આપને જણાવીએ કે ખેડૂતો સરકારના ત્રણ ખેતી કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારે ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ, 2020, અને ખેડૂત (સશક્તિકરણ અને રક્ષણ) કરાર ભાવ ખાતરી અને ખેતી સેવાઓ બિલ, 2020 પસાર કર્યાં છે.

આ પણ વાંચોઃ Exclusive Interview: જંતર-મંતર પર આંદોલન કરી રહેલા રાકેશ ટિકૈત સાથે ખાસ વાતચીત

આ પણ વાંચોઃ ખેડૂત મહાપંચાયત: સચિવાલય ઘેરવા જઈ રહેલા ખેડૂતોની અટકાયત, ટિકૈત બોલ્યા- સરકાર ઉકેલ લાવવા નથી ઇચ્છતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.