ETV Bharat / bharat

અમારી વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે પણ યોગ્ય છેઃ ફાઈઝર

દેશમાં હવે કોરોના સામેની લડાઈમાં વિદેશી વેક્સિનને પણ મંજૂરી મળી રહી છે. ત્યારે અમેરિકી વેક્સિન ઉત્પાદક કંપની ફાઈઝર ટૂંક સમયમાં ભારતને વેક્સિનનો જથ્થો પહોંચાડે તેવી શક્યતા છે. આ સાથે જ કંપનીએ વેક્સિનની અસરકારકતા, પરીક્ષણની સંપૂર્ણ વિગતો શેર કરી છે.

author img

By

Published : May 27, 2021, 11:31 AM IST

અમારી વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે પણ યોગ્ય છેઃ ફાઈઝર
અમારી વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે પણ યોગ્ય છેઃ ફાઈઝર
  • અમેરિકી વેક્સિન ઉત્પાદક કંપની ફાઈઝર ભારતને પહોંચાડશે વેક્સિન
  • કંપનીએ વેક્સિનની અસરકારકતા, પરીક્ષણની સંપૂર્ણ વિગતો શેર કરી છે
  • કંપનીએ WHO અને અન્ય દેશોથી મળેલી મંજૂરીની સંપૂર્ણ જાણકારી પણ ઉપલબ્ધ કરી

ન્યૂઝ ડેસ્કઃ દેશમાં કોરોનાની વેક્સિનની અછત વચ્ચે સૂત્રો તરફથી માહિતી મળી છે કે, અમેરિકી વેક્સિન ઉત્પાદન કરતી કંપની ફાઈઝરે ભારતમાં પોતાની વેક્સિનનો જથ્થો ટૂંક સમયમાં પહોંચાડવાથી લઈને તેની અસરકારકતા, પરીક્ષણની સંપૂર્ણ વિગતો શેર કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને અન્ય દેશોથી મળેલી મંજૂરીની સંપૂર્ણ જાણકારી પણ ઉપલબ્ધ કરી છે.

આ પણ વાંચો- હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, ICMRએ આપી હોમ બેઈઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને મંજૂરી

વેક્સિનને 1 મહિના માટે 2થી 8 ડિગ્રીના તાપમાન પર રાખી શકાય

ફાઈઝરે સરકારને કહ્યું હતું કે, તેમની વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે પણ યોગ્ય છે. તેને 1 મહિના માટે 2થી 8 ડિગ્રીના તાપમાન પર રાખી શકાય છે. આ સાથે જ દવા કંપનીએ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, કોરોનાની વેક્સિન ભારતમાં જોવા મળતા વાઈરસ સામે ખૂબ જ અસરકારક છે.

આ પણ વાંચો- DRDOએ કોવિડ-19 વિરોધી એન્ટીબોડી ચકાસણી માટેની કીટ વિકસાવી

આ વર્ષના અંત સુધીમાં ફાઈઝર 5 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવા તૈયાર

આ પહેલા સોમવારે સૂત્રો તરફથી માહિતી મળી હતી કે, ફાઈઝર આ વર્ષના અંત સુધીમાં 5 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે, પરંતુ તે વળતર સહિત કેટલાક નિયામકીય શરતોમાં મોટી છૂટ ઈચ્છે છે. કંપનીનું કહેવું છે કે, વેક્સિનના પૂરવઠાને લઈને તે માત્ર ભારત સરકાર સાથે વાત કરશે અને વેક્સિનની ફાળવણી ભારત સરકાર દ્વારા ફાઈઝર ઈન્ડિયાને કરવી પડશે. આપને જણાવી દઈએ કે, ફાઈઝરે અમેરિકા સહિત 116 દેશમાં વળતર માટે કરાર કર્યો છે. વિશ્વભરમાં ફાઈઝર વેક્સિનની અત્યાર સુધી 14.7 કરોડ વેક્સિન આપવામાં આવી ચૂકી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.