- દેશની વિપક્ષી પાર્ટીઓએ સરકાર પાસે નિ:શુલ્ક કોરોના રસીકરણની કરી માગ
- કોઈ બાધા વગર ઓક્સિજન સપ્લાયની માગ
- વિપક્ષી પાર્ટીઓએ જારી કર્યું સયુક્ત નિવેદન
દિલ્હી: દેશમાં કોરોના મહામારીને જોતા તમામ વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે દેશના હોસ્પિટલોમાં ઓક્સિજનની કમીને દુર કરવામાં આવે અને સાથે દેશના તમામ લોકોને નિ:શુલ્ક કોરોના રસીકરણનું અભિયાન ચલાવવામાં આવે.
વિપક્ષી દળોએ સરકાર પાસે કરી માગ
વિપક્ષી દળોના નેતઓએ સંયુક્ત રીતે નિવેદન આપતા દેશની હોસ્પિટલમાં વગર કોઈ બાધાએ ઓક્સિજન સપ્લાયની માગ કરી છે. પાર્ટીઓએ કહ્યું છે રસીકરણ માટે ફાળવવામાં આવેલી 35,000 કરોડ રૂપિયાની રાશીને વાપરવામાં આવે.
આ પણ વાંચો : કોંગ્રેસ પોતાના શાસનકાળમાં અત્યારે બનાવેલા નવા કૃષિ કાયદાના પક્ષમાં હતીઃ મુખ્તાર અબ્બાસ નકવી
13 વિપક્ષી પાર્ટીઓ સામેલ
તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપીના પ્રમુખ શરદ પવાર, શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસી ચીફ મમતા બેનર્જી, ઝારખંડના સીએમ હેમંત સોરેન (ઝારખંડ મુક્તિ મોરચા), ડીએમકેથી એમ કે સ્ટાલિન, જેકેએનસીના અધ્યક્ષ અને વડાઓ શામેલ છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા, સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ (આરજેડી), સીપીઆઈ જનરલ સેક્રેટરી ડી રાજા અને સીપીઆઇ-એમ જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી સહિત 13 વિરોધી પક્ષો છે.
નેતાઓ આ સંયુક્ત નિવેદનમાં કેન્દ્ર સરકાર પાસે કોરોનાન વધતા કેસોને જોતા દેશભરમાં નિ:શૂલ્ક સામુહિક રસીકરણ અભિયાન ચલાવવા કહ્યું છે.