નવી દિલ્હી : લોકસભા અને રાજ્યસભામાંથી 140થી વધુ સભ્યો સસ્પેન્ડ કરવાના મુદ્દે બુધવારે સંસદ સંકુલમાં વિરોધ પક્ષોના અગ્રણી નેતાઓ અને સાંસદોએ પ્રદર્શન કર્યું. આરોપ છે કે સરકાર ' વિપક્ષ મુક્ત સંસદ ' અને ' એકપક્ષીય શાસન ' ઈચ્છે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય ઘણા નેતાઓ સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પક્ષના સાંસદોના વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતાં.
-
#WATCH | Suspended Opposition MPs protest against the government at Parliament's Makar Dwar pic.twitter.com/SUJyBhF7tf
— ANI (@ANI) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Suspended Opposition MPs protest against the government at Parliament's Makar Dwar pic.twitter.com/SUJyBhF7tf
— ANI (@ANI) December 20, 2023#WATCH | Suspended Opposition MPs protest against the government at Parliament's Makar Dwar pic.twitter.com/SUJyBhF7tf
— ANI (@ANI) December 20, 2023
વિપક્ષને ગૃહોમાં ગૃહમંત્રીનું નિવેદન જોઇએ છે : સસ્પેન્ડ કરાયેલા લોકસભા સભ્યોમાંના એક કોંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું કે સંસદીય લોકશાહીના ઈતિહાસમાં ક્યારેય 150 સાંસદોને આ રીતે ગૃહની બહાર કરવામાં આવ્યા નથી. આ સિસ્ટમનો ઐતિહાસિક દુરુપયોગ છે. સરકાર વિપક્ષ મુક્ત લોકસભા અને વિપક્ષ મુક્ત રાજ્યસભા ઈચ્છે છે. આ પ્રકારની રાજનીતિમાં લોકશાહીનું શું થશે એ અમારો પ્રશ્ન છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ કહ્યું કે અમે ચંદ્રનો ટુકડો નથી માગતા. અમે બંને ગૃહોમાં ગૃહમંત્રીનું નિવેદન ઈચ્છીએ છીએ. સુરક્ષા ક્ષતિને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મુદ્દો ગણવો જોઈએ. જ્યારે અમે ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી ત્યારે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
-
#WATCH | On suspension of MPs from the parliament, Congress MP Shashi Tharoor says, “Now, what we have seen in the country in the last few days is a travesty of parliamentary democracy. Never in the entire history of parliamentary democracy has any parliament in any country in… pic.twitter.com/QNxBRRck6F
— ANI (@ANI) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | On suspension of MPs from the parliament, Congress MP Shashi Tharoor says, “Now, what we have seen in the country in the last few days is a travesty of parliamentary democracy. Never in the entire history of parliamentary democracy has any parliament in any country in… pic.twitter.com/QNxBRRck6F
— ANI (@ANI) December 20, 2023#WATCH | On suspension of MPs from the parliament, Congress MP Shashi Tharoor says, “Now, what we have seen in the country in the last few days is a travesty of parliamentary democracy. Never in the entire history of parliamentary democracy has any parliament in any country in… pic.twitter.com/QNxBRRck6F
— ANI (@ANI) December 20, 2023
ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ : તેમણે આરોપ લગાવ્યો કે તમે (સરકાર) લોકતંત્રની જનનીને મારવાનો કોન્ટ્રાક્ટ લીધો છે અને તમે એ જ કરી રહ્યા છો. તમે પ્રતિકારમુક્ત શેરીઓ અને વિપક્ષ મુક્ત સંસદ માંગો છો. અભિનંદન મોદીજી. તમે આ દેશને એક પક્ષના શાસનની વ્યવસ્થા તરફ લઈ જઈ રહ્યા છો. છેલ્લા કેટલાક દિવસોમાં 141 સાંસદોને લોકસભા અને રાજ્યસભામાંથી પ્લૅકાર્ડ દર્શાવવા અને ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે 49 લોકસભા સભ્યોને ગૃહની કાર્યવાહીમાં અવરોધ લાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના સાંસદો 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યા છે.